ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલના છાત્રોએ ફિલ્મ શુટીંગમાં ઉત્સાહભેર ભાગ લઈને ફિલ્મ મેકિંગના પાઠ ભણ્યા
રાજકોટની નજીક ત્રંબા ખાતે આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલમાં અપકમીંગ ગુજરાતી ફિલ્મ ‘નકામા’નું શુટીંગ ચાલી રહ્યું છે. જેમાં ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ મૂવીમાં હોશભેર ભાગ લીધો છે. અને વિદ્યાર્થીઓએ મૂવીનું શુટીંગ કઈ રીતે થાય તેનો પણ અનુભવ કર્યો છે.
આ તકે ફિલ્મના પ્રોડયુસર અને એકટર અખીલ કોટકે જણાવ્યું હતુ કે તેઓને ક્રિષ્ના સ્કુલમાં શુટીંગ કરવાની ખૂબજ મજા આવી અને સ્કુલ તરફથી અદભૂત રીસ્પોન્સ મળ્યો છે. અને ફિલ્મ વિશે વાત કરતા વધુમાં જણાવ્યું હતુ કે તેઓની ફિલ્મ વુમન ઓટીએન્ટેડ મુવી બનાવવામાં આવ્યું છે. અને સ્ત્રીઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે. તેના પર મૂવી બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મ ઓકટોબરમાં રીલીઝ થશે તેવું જણાવ્યું હતુ.
ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી તૃપ્તીબેન ગજેરા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, તેઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. કે તેઓની સ્કુલના કેમ્પસમાં નકામાં મૂવીનું શુટીંગ થઈ રહ્યું છે. અને ખાસતો તેઓએ ફિલ્મના પ્રોડયુસર, ડિરેકટર, સીનેમેટોગ્રાફર, એકટર સાથે એક વર્કશોપ ગોઠવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ફિલ્મ કઈ રીતે બને છે. મૂવી કઈ રીતે રીલીઝ કરવી એકટર અને એકટ્રેસ બનવા માટે શું કરવું? , ડિરેકટરનું કામ શું હોય છે. આ બધી માહિતી આપવામાં આવી અને ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલના ઘણા બધા વિદ્યાર્થીઓએ આ ફિલ્મના શુટીંગમાં ભાગ પણ લીધો છે. જેથી તેઓને એકટીંગ શીખવા પણ મળે અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ વધ્યો છે. અંતમા તેઓએ નકામા મૂવીની સ્ટારકાસ્ટનો આભાર વ્યકત કર્યો હતો.