- 7.2 ડિગ્રી સાથે નલીયા રાજયનું સૌથી ઠંડુ શહેર: રાજકોટનું તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું: બેથી ત્રણ દિવસ ઠંડીનો ચમકારો વર્તાશે
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો દેખાયો છે. ઠંડાગાર પવનો ફૂંકાવા સાથે રાજયભરમાં કાતીલ ઠારનો અનુભવ થઈ રહ્યો છે. આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનો ચમકારો અનુભવાશે આજે ફરી નલીયાનું લઘુતમ તાપમાન સિંગલ ડિજીટમા પહોચી ગયું છે. રાજકોટ રાજયનું બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર નોંધાયુ હતુ. સુસવાટા મારતા ઠંડાગાર પવનોના કારણે લોકો દિવસભર ઠંડીમાં ઠુંઠવાયા હતા.
ઉત્તર ભારત બરફ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. લઘુતમ તાપમાનનો પારો પટકાયો છે. સાથોસાથ કાતીલ ઠારનો પણ અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાય ગયા હતા દિવસભર ગરમ વસ્ત્રો ધારણ કરીને ફરવું પડે તેવી સ્થિતિનું ફરી નિર્માણ થયું છે. આજે કચ્છના નલીયાનું લઘુતમ સિંગલ ડિજિટમાં પહોચી ગયું હતુ નલીયાનું તાપમાન આજે 7.2 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. નલીયા આજે પણ રાજયનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું હતુ. જયારે રાજકોટ 11.2 ડિગ્રી સાથે રાજયનું બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતુ. અમદાવાદનું લઘુતમ તાપમાન 15.7 ડિગ્રી, અમરેલીનું તાપમાન 15.2 ડિગ્રી, બરોડાનું તાપમાન 15.8 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 15.6 ડિગ્રી, ભુજનું તાપમાન 12.6 ડિગ્રી, દમણનું તાપમાન 16.2 ડિગ્રી ડિસાનું તાપમાન 14.1 ડિગ્રી, દિવનું તાપમાન 16.5 ડિગ્રી દ્વારકાનું તાપમાન 16.3 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 13.5 ડિગ્રી, કંડલાનું તાપમાન 14.2 ડિગ્રી, ઓખાનું તાપમાન 19.8 ડિગ્રી, પોરબંદરનું 14.3 ડિગ્રી, રાજકોટનું તાપમાન 11.2 ડિગ્રી, સુરતનું તાપમાન 17 ડિગ્રી, અને વેરાવળનું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું હતુ. આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે.