રાજકોટ
ઉનાળો મધ્યભાગે પહોચ્યો છે. અને પોતાનું રૂદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. આવા આકરા તાપમાં ઘરની બહાર નીકળવું દુષ્કર બની રહ્યું છે. ત્યારે જે લોકો રોડ ઉપર જ રહે છે.અને પગમાં પહેરવા પગરખા શુધ્ધ નથી તેવા બાળકો, સ્ત્રી પુરૂષો ઉપર શું વિતતી હશે ભગવાન સ્વામિનારાયણ પણ દરિદ્રતાને જોઈ દ્રવી જતા અને એમની દરિદ્રતા દૂર કરતા ત્યારે સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી દ્વારા ઉનાળાનાઆ આકરા તાપમાં રોડઉપર ખૂલ્લા પગે ફરતા લોકોને રાહત મળે એવા હેતુથી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂ. બાલકૃષ્ણ સ્વામીની પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ચપ્પલ વિતરણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. અમદાવાદની ગલીઓ ફરી ત્રણસો સ્વયંસેવકોએ ચાર હજાર ઉપરાંત જોડી ચપ્પલ દરિના પગમાં પહેરાવી અમૂલ્ય સેવાનો લાભ લીધો હતો.
ખૂલ્લા પગે ફરતા બાળકોના પગમાં નવા ચપ્પલ આવતા એમના ચહેરા ઉપર દેખાતી આનંદની લહેરખીને જોઈ જાણે સ્વયં અંતર્યામી પરમાત્મા આશીર્વાદ વરસાવી રહ્યા હોયએવી લાગણી અનુભવાતી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com