સિંગાપોર, કુવૈત, અમદાવાદ અને ગોવા સહિતની ફલાઈટના સ્ટાફ દ્વારા થઈ રહેલ ટેસ્ટની અવગણના

ડાયરેકટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)દ્વારા ૧૩૦ પાઈલોટ અને ૪૫૦ ક્રુ-મેમ્બર્સ કે જેઓ એર ઈન્ડિયામાં ફરજમાન છે અને બ્રિધીંગ ટેસ્ટ આપવામાં દાંડાઈ કરે છે તેમને શોકોઝ નોટીસ ફટકારવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સિંગાપોર, કુવૈત, બેંકકોક, અમદાવાદ અને ગોવામાં ફરજ બજાવતા આ ક્રુ-મેમ્બર અને પાઈલોટના સ્ટાફ દ્વારા આલ્કોહોલ ટેસ્ટ માટે નિયમિત રીતે બ્રેથ અનાલાઈઝર ખરા ટેસ્ટ કરાવવો જોઈએ તેની અવગણના કરવામાં આવી રહી હતી. ત્યારે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ દ્વારા એર ઈન્ડિયા મેનેજમેન્ટને વાયોલેશન સેફટી માટે ચેતવણી આપવામાં આવી હોવા છતાં આ સ્ટાફ અવગણના કરી રહ્યો હતો. ત્યારે સેફટીની ફરજ ‚પે ડીજીસીએના નિયમો મુજબ દરેક ક્રુ-મેમ્બરને બ્રિધીંગ એનાલાઈઝર દ્વારા ફલાઈટ પર ફરજ પહેલા અને પછી ચકાસણી કરવામાં આવતી હોય છે.

આ બાબતે પુછતાછ માટેનો મેઈલ સોમવારે એર ઈન્ડિયાને મોકલવામાં આવ્યો હતો ત્યારે હજુ એર ઈન્ડિયાના પ્રવકતા દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી. નિયમ મુજબ ક્રુ-મેમ્બરને ફલાઈટ પર ફરજ વખતે ૧૨ કલાક પહેલા પણ આલ્કોહોલવાળુ પીણુ પીધું હોવું જોઈએ નહીં. આ મામલે ડીજીસીએ દ્વારા એર ઈન્ડિયાના ૧૩૨ પાઈલોટ અને ક્રુ-મેમ્બરને ફરજિયાત બ્રિધીંગ એનાલાઈઝર ટેસ્ટ માટે નોટીસ ફટકારી હતી એવું સુત્રોએ જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં ડીજીસીએને કડક વલણ અપનાવવાની ફરજ પડી હતી.

આજ કારણોથી ડીજીસીએ દ્વારા ગત ફેબ્રુઆરીમાં જ એર ઈન્ડિયાના એકિઝકયુટીવ ડાયરેકટર અરવિંદ કથપલિયા બ્રિધીંગ ટેસ્ટમાં દોષિત જણાયા બાદ તેમનું ફલાઈંગ લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ તેઓ દ્વારા સ્ટાફને ટેસ્ટ ન આપવા પ્રેરણા આપી રહ્યા હતા. આજ રીતે ફલાઈટ પહેલા બ્રિધીંગ એનાલાઈઝર ટેસ્ટમાં દોષિતો વિરુઘ્ધ પગલા ભરવાથી તેમના વિરુઘ્ધ પગલા ભરી શકાય છે. આજ રીતે ડીજીસીએ દ્વારા ૨૦૧૬માં પણ વિવિધ એર લાઈન્સના ૨૨૪ પાઈલોટને બ્રિધીંગ ટેસ્ટમાં નાપાસ જાહેર કરાયા હતા જયારે ૨૦૨ ક્રુ-મેમ્બર્સ ૨૦૧૫માં ટેસ્ટમાં ફેઈલ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.