- 10 વર્ષની સજા સહીત રૂ 40,000 નો દંડ ફટકારાયો
- કાર્ગો વિસ્તારમાં રહેનાર કિશોરીનું કાસેજમાંથી કરાયું હતું અપહરણ
ગાંધીધામમાં કિશોરીના અપહરણ અને બળાત્કાર કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કાર્ગો વિસ્તારમાં રહેનાર એક કિશોરી કામ અર્થે કાસેજમાં ગઈ હતી ત્યારે આરોપી ઈશ્વર પરમારે કિશોરીનું અપરણ કર્યું હતું. બાદમાં કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે વર્ષ 2022 માં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે અંગે બંને પક્ષની દલીલો સાંભળીને કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા અને 40 હજારનો દંડ ફટકાર્યો છે.
ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં રહેનાર એક કિશોરી કામ અર્થે કાસેજમાં ગઈ હતી ત્યારે આરોપી ઈશ્વર નરસિંહ પરમાર નામના શકશે આ કિશોરી નું મારુતિ કંપની આગળથી અપરણ કર્યું હતું. બાદમાં આ શકશે કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે વર્ષ 2022 માં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી બનાવની તપાસ હાથ ધરી પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો તેના વિરોધ પૂરતા પુરાવા હોવાથી પોલીસે કોર્ટમાં તેના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી બાદમાં આ કેસ અહીંની વિશેષ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો
કેસમાં સરકાર તરફથી 14 સાહેદ અને ૩૨ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા બંને પક્ષને સાંભળ્યા બાદ ન્યાયાધીશ બી. જી. ગોલાણીએ આ આરોપી ઈશ્વર પરમારને તકસીર વાર ઠેરવ્યો હતો અને તેને દસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 40,000 નો દંડ જે રકમ મળે તે ભોગ બનનારને રૂપિયા ૩૫ હજાર આપવા તથા સરકારી સહાય પેટે ₹1,00,000 વળતર આપવાનો ઘાક બેસાડતો ચુકાદો આપ્યો હતો બે આરોપીની શંકાનો લાભ આપી મુક્ત કરાયા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી એડવોકેટ હિતેષી. પી. ગઢવી હાજર રહ્યા હતા
અહેવાલ: ભારતી માખીજાણી