સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ હવે સમયાંતરે વિવિધ પેઢીઓની ચકાસણી હાથ ધરશે

જીએસટી સત્તાવાળાઓએ ૧૬ મેથી અત્યાર સુધીમાં અધધ 17 હજાર જીએસટી રજિસ્ટ્રેશન કેન્સલ કર્યા છે અને ૧૫૦૦૦ કરોડ રૃપિુયાથી વધુની ટેક્સ ચોરી પકડી છે તેમ વરિષ્ઠ ટેક્સ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ તપાસ અભિયાન ૧૫ જુલાઇએ પૂર્ણ થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સના સભ્ય શશા પ્રિયાએ જણાવ્યું હતું કે આ અભિયાનમાં મોટા પ્રમાણમાં નકલી રજિસ્ટ્રેશન પકડવામાં આવ્યા છે. આ અભિયાનમાં જીએસટી રજિસ્ટ્રેશન અને રિટર્ન ફાઇલિંગ પ્રોસેસને વધુ કડક બનાવવાની જરૃરિયાત ઉભી થઇ છે.

સમગ્ર ભારતમાં શરૃ કરવામાં આવેલા અભિયાનમાં ૬૯,૬૦૦ જીએસટી આઇડેન્ટિફિકેશન નંબર ફિઝિકલ વેરિફિકેશન માટે પસંદ કરવામાં આવ્યા હતાં. જે પૈકી ૫૯,૧૭૮ જીએસટી આઇડેન્ટિફિકેશન નંબરના ફિઝિકલ વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાંથી 25 ટકા જેટલા એટલે કે 17,000 ખાતાઓના કોઈ ધણી ધોરી જ નથી. પરિણામે તેઓ અનેકવિધ રીતે દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડતું હતું

જીએસટી અંગે એસોચેમની નેશનલ કોન્કલેવમાં પ્રિયાએ જણાવ્યું હતું કે ૧૬,૯૮૯ જીએસટીઆઇએન અસ્તિત્વમાં નથી. ૧૧૦૧૫ જીએસટીઆઇએન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ૪૯૭૨ કેન્સલ કરવામાં આવ્યા છે.અભિયાન દરમિયાન ૧૫,૦૩૫  કરોડ રૃપિયાની ટેક્સ ચોરી પકડવામાં આવી છે તથા ૧૫૦૬ કરોડ રૃપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવામાં આવી છ. ૮૭ કરોડ રૃપિયા રિકવર કરવામાં આવ્યા છે. નકલી જીએસટી રજિસ્ટ્રેશનને પકડવા માટેનું આ અભિયાન ૧૬ મેના રોજ શરૃ થયું હતું જે ૧૫ જુલાઇના રોજ પૂર્ણ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.