પૄથ્વી પર જીવતા ૭૮૦ કરોડ માનવોના મનનો આજે સૌથી મુંઝવતો પ્રશ્ન છૈ કોવિડ-૧૯ ની વેક્સીન કોણ અને કયારે લાવશે. .. ? બાકી હોય તો વિશ્વભરનાં વિકસિત દેશો ઉપરાંત ભારતનાં ઘણા શહેરોમાં કોવિડ-૧૯ ના રોગચાળાનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છૈ. તેથી આ રોગની વેક્સીન જો આજે મળતી હોય તો કોઇ આવતીકાલ સુધી રાહ જોવા તૈયાર નથી. તેથી જ ભારત સહિતનાં વિશ્વનાં ૧૭૨ દેશો આ મહામારીની રસી શોધવા માટે દિવસ-રાત સંશોધનો કરી રહ્યા છે. આમ તો વિકસીત ઇકોનોમીઓ આવા સંશોધનો દ્વારા બજારમાં પહેલા એન્ટ્રી મારી ને કમાઇ લેવાના પેંતરા કરતી હોય છૈ. પરંતુ આ વખતે ભારત સરકાર કોવિડ-૧૯ ના ઉપચારમાં પણ આત્મનિર્ભર થવા કમરકસી રહી છે. મોદીજીની ગત સપ્તાહની ત્રણ કંપનીઓની વિઝીટ પણ આ બાબતની સાબિતી છે . આમેય તે આપણે વધુ પડતા પરાવલંબી રહેવું ન જોઇએ કારણ કે જો અંધારામાં તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેતો હોય તો માનવજાત તો તમારી ગરજનો ગેરલાભ લેશૈ જ.
આંકડા બોલે છે કે આજે વિશ્વની ૧૫૦ થી વધારે કંપનીઓ કોવિડ-૧૯ ની વેક્સીન ઓફર કરવા માટે સંશોધન ચલાવી રહી છે જેમાંથી સાત ભારતની જ છે. જેમાંથી ત્રણ કંપનીઓની વડાપ્રધાન મોદીજીએ વિઝીટ પણ કરી છે. અમેરિકા તથા બ્રિટન જેવા દેશો પોતાના દેશમાં સ્થાનિક કંપનીઓએ તૈયાર કરેલી વેક્સીનને પરવાનગી આપવાની તૈયારી કરી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ ભારની ફાર્મા કંપનીઓની વેક્સીનને ભારતમાં લોન્ચ કરીને દેશને આ મામલે પણ આત્મનિર્ભર બનાવવાની આપણી ઇચ્છા હોય. હાલમાં એવું લાગે છૈ કે સરકાર તથા તમામ દેશવાસીઓની આ ઇચ્છા વહેલી તકે પુરી થશે. કારણ કે આ વેક્સીન દેશનું કરોડોનું વિદેશી હુંડિયામણ તો બચાવશૈ જ સાથે કરોડોનું નવું હુંડિયામણ રળી આપવામાં પણ ચાવી રૂપ ભૂમિકા ભજવશે.
આમે ય તે WHO ની ગાઇડલાઇન્સ પ્રમાણે હાલમાં WHO કોઇ વેક્સીનને સર્ંપૂણ માન્યતા આપી શકવાનું નથી. તેથી હાલમાં જે તે દેશ પોતાની રીતે વેક્સીનને માન્યતા આપશે અને સમય જતાં જે વેક્સિન સૌથી વધારે અક્સીર સાબિત થશૈ તેને બીજા તબ્ક્કાનાં મોડિફીકેશન સાથે WHO ની માન્યતા મળશે.
યાદ રહે કે કોઇપણ વેક્સીનને તૈયાર કરવાના ત્રણ જેટલા તબક્કા હોય છે તેમાં સફળતા પુર્વક પાસ થયા બાદ જ એ રોગની વેક્સીનને માન્યતા મળે છે. સામાન્ય રીતે કોઇપણ વેક્સીનને માન્યતાની સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરવામાં ચાર થી પાચ વર્ષનો સમય લાગે છે. અતિ આવશ્યક હોય તો પ્રયોગો આધારિત સફળતા પછી વેકસીનને ૧૨ થી ૧૮ મહિનાનાં ગાળામાં માન્યતા આપવામાં આવે છે જેને તમે ક્લિનીકલ ટ્રાયલ પણ કહી શકો. અને તેના ઉપચારનાં રિઝલ્ટ બાદ તેમાં ફેરફાર કરીને સમય સાથે પૂર્ણ માન્યતા આપવામાં આવે છે.
હવે ગણતરીનાં દિવસોમાં બ્રિટન, અમેરિકા તથા જર્મની જેવા દેશો BioNTech તથા Pfizer ને આગામી ૧૦ મી ડિસેમ્બર-૨૦૨૦ પહેલા વેકસીનના કોમર્શીયલ ઉત્પાદનની મંજૂરી આપી દેશે. ચીન પાસે પોતાની વેક્સીન હોવાનો દાવો ચીનની સરકાર ઘણા સમયથી કરી રહી છે. આ વેક્સીનની સાથે જ ભારત પણ પોતાની વેક્સીન તૈયાર કરીને બજારમાં મુકી દે તો ભારતીય નાગરિકોને વિદેશથી આ રોગની રસીના ડોઝ આયાત કરવા ન પડે. આ ઉપરાંત ભારતની કંપની અન્ય નાના દેશોમાં વેક્સીન સપ્લાય કરીને કમાણી ઉપરાંત સંબંધોનો સ્ત્રોત ઉભો કરી શકે છે. ઇંગ્લેન્ડની સરકારે હાલમાં ચાર કરોડ ડોઝનો ઓર્ડર આપવાની પહેલ કરી છે. એમ તો ભારત સરકારે પણ ૩૦ થી ૪૦ કરોડ ડોઝનો ઓર્ડર આપીને આગામી છ મહિનામાં ડિલીવરી લેવાના સંકેત આપ્યા છે. જો કે ભારતના તમામ નાગરિકને ડોઝ પહોંચાડવામાં બે વર્ષ પણ થઇ શકે છે. ભારત સરકારનાં આયોજન પ્રમાણે, પહેલા આવશ્યક સેવાઓ માટે બહાર નીકળતાં લોકોનું રસીકરણ કરાશે, ત્યારબાદ સિનીયર સિટીઝન્સ, અને ત્યારબાદ યુવા નાગરિકોને ડોઝ આપવામાં આવશે. નાના બાળકોને કદાચ આ માટે વધારે સમય રાહ પણ જોવી પડશૈ. આશરે ૧૦૦૦ રૂપિયાનાં ભાવમાં બે ડોઝ મળે તેવું આયોજન થઇ રહ્યું છે.
આ ઉપરાંત વિશ્વનાં સૌથી ગરીબ ગણાતા ૯૪ દેશોને આપણે આપણા ગ્રાહક બનાવી શકીએ છીએ. એક સર્વે કહે છે કે વેકસીનેશનનાં કારોબારમાં એક ડોલરના રોકાણ સામે ૪૪ ડોલરનું વળતર મળે છે. જો ગરીબ દેશોમાંથી આટલું વળતર મળતું હોય તો સંપન્ન દેશો કેટલી કમાણી આપે તે કલ્પના કરવી રહી..! વિદેશી ફાર્મા કંપનીઓની ઘણી દવાઓ ભારતમાં વેચાય છે જેની ઉત્પાદન કિંમત માંડ બે થી ત્રણ રૂપિયા હોય છૈ જે ભારતમાં ૬૦ થી માંડીને ૧૦૦ રૂપિયાનાં ભાવે વેચાય છૈ. હવે જો ભારતની વેક્સીન તૈયાર હોય તો આવી વિદેશી વેક્સીનની આવશ્યકતા જ ન રહે. આગળ જતાં જો ભારતની વેક્સીન વધારે અક્સીર સાબિત થાય તો વૈશ્વિક મંચ ઉપર પણ તેને માન્યતા મળી શકે છૈ. તેથી જ આપણે અન્યો કરતા આપણી પાસે વધારે આશા રાખતા શીખવું પડશૈ.