દર્દીઓ અને તેના પરિવારજનો માટે રહેવાની અને ભોજનની સુવિધા ઉભી કરાશે 

પેરામેડિકલ સ્ટાફ સહિતની ટીમ, ઓકિસજન વ્યવસ્થા માટે પણ પૂરતુ આયોજન 

ધ્રોલનાં જી.એમ. પટેલ ક્ધયા છાત્રાલય ખાતે ધ્રોલ વિસ્તારની જનતા માટે કોરોનાના વધતા દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવી રહ્યું છે. આ કોરોના કેર સેન્ટર હાલ 25 બેડની વ્યવસ્થાથી શરુ કરવામાં આવશે. તેમાં 200 બેડ સુધીની વ્યવસ્થા કરવાનું આયોજન છે. હાલ ઓકસીજન સહિતની વ્યવસ્થાની તૈયારીઓ ચાલી રહી છે. એક બે દિવસમાં તૈયારીઓ પૂર્ણ થઇ ગયે શરુ કરવામાં આવશે. જેનાં માટે સંસ્થાનાં અગ્રણીઓ અને બીજા સમાજોનાં લોકોની મીટીંગમાં નિર્ણય કરાયો હતો.

હાલનાં સમયમાં ધ્રોલ વિસ્તારમાં કોરોનાનાં કેશો વધી રહ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓનાં આંકમાં નોંધપાત્ર વધારો થયો છે. તેનાં કારણે કોરોનાના દર્દીઓથી હોસ્પીટલોમાં જગ્યા રહી નથી. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ઉમીયા માતાજી મંદીર સીદસરનાં માધ્યમથી જી.એમ. પટેલ ક્ધયા છાત્રાલય અને ધ્રોલની ભગીની સંસ્થાઓનાં માધ્યમથી 200 બેડનું કોવિડ કેર સેન્ટર ઉભુ કરાઇ રહ્યું છે. જેનાં બાબતે જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીને જાણ કરી છે. તેનો પણ હકારાત્મક પ્રતિભાવ મળવા પામ્યો છે. આથી તાત્કાલીક આયોજન કરવામાં આવી રહ્યું છે. જે માટે બેડ અને ઓકસીજનની વ્યવસ્થા પણ કરાઇ રહી છે. તેમજ ડોકટરો સહિતનાં સ્ટાફનું પણ આયોજન કરાઇ રહ્યું છે. જેનાં માટે મળેલ વિવિધ સમાજનાં લોકોની મળેલ મીટીંગમાં વિવિધ તૈયારીઓ માટે જવાબદારીઓ સોંપાઇ ગયેલ. જે માટે કાર્યકરો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. હાલમાં 25 બેડની વ્યવસ્થાથી કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવશે. ત્યારપછી વ્યવસ્થા મુજબ બેડની સંખ્યા વધારાશે. તેમજ દર્દીઓને તમામ સુવિધા સાથે દર્દીઓના સગાને પણ રહેવા તથા જમવાની વ્યવસ્થા વિના મુલ્યે કરવામાં આવશે તેવું આયોજન થઇ રહ્યું છે તેવુ જણાવ્ય હતુ.

ઉમા કોવિડ કેર સેન્ટર ના આગેવાન જેમા જેરામબાપા વાંસજાડીયા, મેનેજીંગ ટ્રસ્ટી  કડવા-પટેલ કેળવણી મંડળ ધ્રોલ અને શ્રી બી.એસ.ધોડાસરા (પૂર્વ કલેકટર) મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ઉમીયાજી પરિવાર એજ્યુ કેશન ટ્રસ્ટ ધ્રોલ આગેવાની મા તેમની તમામ ટીમ દ્રારા તાત્કાલિક વધુ મા વધુ બેડ સહિત તમામ દર્દીઓ ને સગવડ મળી રહે તે માટે સતત ટીમ દ્રારા મહેનત કરી રહ્યા છે…

હાલ વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે જો આવી તાલુકા અને જિલ્લા માં તમામ વ્યવસ્થાઓ બને તો આ કોરોનાની મહામારી સામે ટૂંક જ સમયમાં આપણો વિજય થઈ શકે હાલ અત્યારે સંક્રમણ દિવસે દિવસે વધતું જાય છે ત્યારે કોઈની દર્દીને નાના મોટી ટ્રીટમેન્ટ ઓક્સિજન વ્યવસ્થા મળી રહેતો તાત્કાલિક આપણે આપ કોરોના સામે જંગ જીતી જાસુ તમામ ઉદ્યોગ પતિ આગળ આવે આવી નાના મોટી બેડ ની વેવસ્થા થઈ શકે તો આ મહામારી સામે આપણે જીતી જશો ફરીથી આપણે અર્થતંત્ર પાટાપર ચડાવી છું.. તમામ લોકો આગળ વધીએ સોશિયલ ડિસ્કશન રાખીએ સરકારના તમામ નિયમોનું પાલન કરીએ ચોક્કસ માસ્ક પહેરીએ અને કોરોનાને હરાવીએ…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.