કલાઈમેન્ટ ચેન્જના કારણે ઉત્પાદન ઘટશે અને આગામી વર્ષોમાં ખેડૂતોની આવકમાં ૨૦ થી ૨૫ ટકાનો કડાકો બોલશે

૬૭.૬ લાખ હેકટર જમીન પર સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બનશે

રાજયના ખેડૂતો માટે આગામી સીઝન આઘાતજનક હોવાનું તાજેતરમાં જાહેર યેલા ઈકોનોમીક સર્વેના આંકડામાં જણાવાયું છે. આંકડા મુજબ કલાઈમેટ ચેન્જના કારણે ખેતીની વાર્ષિક આવક ૨૦ થી ૨૫ ટકા સુધી ઘટી જશે. ઉત્પાદન ઓછુ થવા પાછળ સિંચાઈ વગરની જમીનો પણ કારણભૂત માનવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં થોડા વર્ષી ખેડૂતો કપાસની જગ્યાએ મગફળીની વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે. એકંદરે મગફળીનું વાવેતર કપાસ કરતા વધુ જમીન પર થાય છે. મગફળીનું ઉત્પાદન પણ બહોળુ મળી રહ્યું છે. જેના કારણે પણ કપાસનું ઉત્પાદન ઘટે તેવી શકયતા છે. શિયાળુ અને ઉનાળુ પાકોનું ઉત્પાદન પણ આવતી સીઝનમાં તળીયે પહોંચી જાય તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે.

રાજયના ૫૩ ટકા ખેત વિસ્તારની ૬૭.૬ લાખ હેકટર જમીનને સિંચાઈનું પાણી નહીં મળે તેવી દહેશત છે. સિંચાઈ વગર ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે. આગામી ૩ થી ૫ વર્ષ સુધીમાં ખેડૂતોની આવકમાં ૨૦ ટકાનો કડાકો બોલી જાય તેવું ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પ્રોફેસરનું માનવું છે. તેમના જણાવ્યા મુજબ પાકની ગુણવત્તા પણ ઘટી જશે. ઉપરાંત કેટલાક પાકોનું બમ્પર ઉત્પાદન છતાં ભાવ પુરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતોને હાલાકી શે.

તાજેતરમાં જ સરકારે આગામી સમયમાં જળ સંકટની ચેતવણી આપી હતી. તંત્રએ જળ સંકટ ટાળવા માટે સિંચાઈનું પાણી ઓછુ કરવાનો નિર્ણય લીધો હતો. પીવા પુરતું પાણી આપવા માટે આ નિર્ણય લેવાયો હતો. પરંતુ સિંચાઈનું પાણી ઓછુ મળતા હવે આગામી સીઝનમાં ખેડૂતોને માઠી અસર પડશે. આગામી સીઝનમાં સિંચાઈનું પાણી પુરતા પ્રમાણમાં ન મળતા ઉત્પાદન ઓછુ શે જેની સીધી અસર ખેડૂતોની આવક પર દેખાશે.

નિષ્ણાંતોના મત અનુસાર સરકાર જયારે ખેડૂતોની સરેરાશ આવકની વાત કરી રહી છે ત્યારે કલાઈમેટ ચેન્જના કારણે નાના અને મધ્યમ ખેડૂતોની હાલક કફોડી બનવા જઈ રહી છે. ખેતીની મોટાભાગની જમીનો માટે સિંચાઈનું પાણી આપવામાં આવશે નહીં. જેની અસર મોટા ખેડૂતો ઉપર નહીં પડે. પરંતુ નાના અને મધ્યમ ખેડૂતો તેનો ભોગ બનશે.

આંકડા મુજબ રાજયમાં ૧.૨૭ કરોડ હેકટર જમીન ખેતીમાં ઉપયોગ લેવાય છે. જેમાંથી ૬૦.૧૪ લાખ હેકટર એટલે કે, ૫૩ ટકા જમીનમાં સિંચાઈનું પાણી છે. પરંતુ ૬૭.૫૯ લાખ હેકટર સિંચાઈ વગરની જમીન છે. આ આંકડા આવતી સીઝનમાં ખેડૂતોની પડકારજનક પરિસ્થિતિ તરફ સંકેત કરી રહ્યાં છે. આવતી સીઝનમાં ખેડૂતોની આવકમાં ભયંકર ગાબડુ પડશે તેવા એંધાણ છે.

નિષ્ણાંતોએ અત્યારી જ કહી દીધુ છે કે આગામી વર્ષોમાં ખેડૂતોની આવકમાં ૨૦ થી ૨૫ ટકાનો ઘટાડો શે. સરકાર એક તરફ ખેડૂતોની આવક ૨ ગણી કરવાના પ્રયાસો કરી રહી છે. ત્યારે કલાઈમેન્ટ ચેન્જના ભોરીંગના કારણે ખેડૂતોની આવકમાં કડાકો બોલી જાય તેવી દહેશત છે. કલાઈમેન્ટ ચેન્જની અસર અત્યારી જ ઉત્પાદન પર પડી રહી હોવાનું જાણવા મળે છે. ર્નો ઈસ્ટ, કેરેલા, તામિલનાડુ અને રાજસન સહિતના રાજયોમાં પણ ગુજરાતની જેમ તાપમાન ગંભીર રીતે ઉંચુ જઈ રહ્યું છે. તાપમાન ઉંચુ જતા મગફળીનું ઉત્પાદન પણ ૪ ટકા સુધી ઘટી જાય તેવી ધારણા છે.

કપાસની કપાસી અને મગફળીના બમ્પર ઉત્પાદને ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા

એક તરફ કપાસમાં ગુલાબી ઈયળ સહિતની જીવાતે માઝા મુકી છે. બીજી તરફ મગફળીના બમ્પર ઉત્પાદન છતાં ભાવ યોગ્ય ન મળતા ખેડૂતોને પડયા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે. ચાલુ વર્ષે કોટનના ઉત્પાદનમાં ૧૫ ટકાનો કડાકો બોલી જશે તેવુ માનવામાં આવે છે.

ઉત્પાદન ઘટવા પાછળ ગુલાબી ઈયળ કારણભૂત છે. આંકડા મુજબ રાજયમાં કપાસના હેકટર દીઠ સરેરાશ ઉત્પાદન ૫૨૦ કિ.ગ્રામી ઘટીને ૪૮૦ કિ.ગ્રામ સુધી પહોંચી જશે. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના એમ.બી.વરીયાના મત મુજબ સૌરાષ્ટ્રમાં કપાસના ૪૦ ટકા ઉત્પાદન પર ગુલાબી ઈયળની અસર છે.

આ ઉપરાંત અન્ય પ્રદેશોમાં પણ કોટનનું ૩૦ ટકા ઉત્પાદન જીવાતના કારણે અસરગ્રસ્ત બનશે. તાજેતરમાં જ મગફળીનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં યું છે છતાં ભાવ મળ્યા ની. સરકારે ગોંડલ નજીક ખાનગી ગોડાઉનમાં રાખેલી ૨ લાખી વધુ મગફળીની ગુણીઓ શંકાસ્પદ રીતે સળગી ઉઠતા અનેક તર્ક-વિતર્ક ઈ રહ્યાં છે. આ ઘટનાને થોડા દિવસો પહેલા જૂનાગઢ કલેકટરને મગફળી સળગાવવામાં આવશે તેવું આવેદન આપી સચેત કરવામાં આવ્યા હતા. અલબત આવેદનને ગંભીરતાથી લેવામાં ન આવતા શંકાસ્પદ બનાવ બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.