- MPના સિંગરોલીમાં સેપ્ટિક ટાંકીમાંથી 4 યુવકોના મૃતદેહ મળતા ચકચાર
- દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને કરી હતી જાણ
- ચારેય યુવાનો ઘરેથી ન્યૂ યરની પાર્ટી કરવા નીકળ્યા બાદ થયા હતાં ગુમ
- પોલીસે JCBની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી
મધ્યપ્રદેશના સિંગરૌલીમાં શનિવારે એક ઘરની સેપ્ટિક ટાંકીમાંથી ચાર મૃ*તદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન જણાવવામાં આવી રહ્યું છે કે ચારેય મૃ*તકો મિત્રો હતા અને નવા વર્ષ નિમિત્તે 1 જાન્યુઆરીએ પાર્ટી કરવા માટે પોતપોતાના ઘરેથી નીકળ્યા હતા.
મધ્યપ્રદેશના સિંગરૌલીમાં એક ઘરની સેપ્ટિક ટાંકીમાંથી ચાર મૃ*તદેહ મળી આવ્યા છે. સમગ્ર ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.
પોલીસે જણાવ્યું કે શનિવારે યુવક વિશે માહિતી મળી હતી, ત્યારબાદ સેપ્ટિક ટેન્ક ખોલવામાં આવી હતી. તેમાં ચાર યુવકોના મૃ*તદેહ મળી આવ્યા હતા. આ ઘટના અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. તેમજ પરિવારજનો પાસેથી પણ માહિતી લેવામાં આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે ચારેય યુવકો મિત્રો હતા અને 1 જાન્યુઆરીએ ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરવા માટે તેમના ઘરેથી નીકળ્યા હતા. હાલ મૃ*તદેહના પંચનામા ભરીને PM અર્થે મોકવામાં આપવામાં આવ્યા હતા. પોલીસ આ કેસમાં હ-ત્યાના મામલાથી પણ તપાસ કરી રહી છે.
અનુસાર માહિતી મુજબ, મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના બારગવાન પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ બરોખારમાં એક ઘરની પાછળ બનેલી સેપ્ટિક ટાંકીમાંથી શનિવારે રાત્રે ચાર યુવકોના મૃ*તદેહ મળી આવ્યા હતા. ત્રણ મૃ*તકોની ઓળખ થઈ છે. સામૂહિક હ*ત્યાની તાત્કાલિક આશંકા છે. તેમજ સ્થાનિક લોકોની દરમિયાન પોલીસને પ્રાથમિક માહિતી મળી હતી કે ચારેય યુવકો નવા વર્ષની પાર્ટી કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત શનિવારે સાંજે ટાંકીમાંથી દુર્ગંધ આવતા એક ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને ટાંકી પાસે એક કાર પણ મળી આવી હતી. આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.