બાંધકામ અડીખમ પણ ટિક ટિક રોકાઈ ગઈ !
જુના રાજકોટમાં ત્રણ ટાવર ઉભા છે. તેનું બાંધકામ અડીખમ છે પરંતુ ઘડિયાળની ટિક ટિક રોકાઈ ગઈ છે. આ એન્ટિક વસ્તુ ફરી જીવંત થાય તે ‘સમય’ની માંગ છે.એક સમયે રાજકોટ શહેરની શાન ગણાતા એવા ટાવર જે એક સમયે નાગરિકોને એક ઐતિહાસિક સ્થળ પર ધ્યાન કેન્દ્રિત હતું. જે ટાવર રાજકોટ શહેરની શાન ગણાતા એ છે શ્રોફ રોડ પરનો જામ ટાવર, પરાબજારમાં આવેલ રૈયાનાકા ટાવર અને કેસરી હિંદ પૂલથી પસાર થતા રોડ પર આવેલ બેડીનાકા ટાવર આ એક રાજકોટની શાન ગણાતી હતી અને એ ટાવર પર આવેલી ઘડિયાળ એ એક નાગરિકોને સમયનું સુચન આપતી ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ ટાવર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.રાજકોટ શહેર સ્માર્ટ સિટી બનવાની હરોળમાં છે ત્યારે આ ઐતિહાસિક ટાવરની આવી હાલત જોવા મળી રહી છે. એટલું જ નહીં આ ટાવરની ઘડિયાળ છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં છે ત્યારે તંત્ર દ્વારા આ શહેરની શાન પર જો ધ્યાન આપવામાં આવે અને મરમત કરી સમારકામ કરાવે તો આ ટાવર જીવંત થશે અને ફરી એકવાર રાજકોટના નાગરિકોની નજર આ ઐતિહાસિક સ્થળ પર જશે અને ફરી શહેરની શાનમાં વધારો થાય તે શકય છે.