ન્યુઝીલેન્ડ સામેની મેચમાં બની ઘટના: ચિત્તભ્રમ થઇ ગયું: ફિલ્ડીંગમાં ન ઉતરી શકયો
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ૪ થી વન ડેમાં યજમાન ટીમના ઓલરાઉન્ડ મુનરોનો થ્રો બોલ પર પ્રવાસી ટીમના બેટસમેન શોયેબ મલિકને માથાના પાછળના ભાગ પર વાગ્યો હતો.
શોયેબ રન લઇ રહ્યો હતો. ત્યારે તેને બોલ વાગ્યો હતો અને તે મેદાન પર પડી ગયો હતો. આ પછી થોડી વારમાં તે ઉભો જઇ ગયો હતો.
જો કે પછીથી બેટિંગ દરમિયાન તેને એકાગ્રતામાં મુશ્કેલી પડી રહી હોવાનું સ્પષ્ટ જોઇ શકાતુ હતું. આ પછી તે ફિલ્ડીંગમાં ઉતર્યો ન હતો. મલિક હેલ્મેટ વિના રમી રહ્યો હતો. કારણ કે ન્યુઝીલેંડના સ્પીનરો બોલીંગ કરી રહ્યા હતા.
આ ઘટના પાકિસ્તાનની ઇનિંગની ૩રમી ઓવરમાં બની હતી. મલિકે ૧ ઝડપી રન લેવા માટે દોડ લગાવી હતી. પણ હાફિઝે ઇન્કાર કરતા તે ક્રિઝમાં પાછો ફરી રહ્યો હતો. ત્યારે મુનરોના થ્રો પર બોલ તેના માથામાં વાગ્યો હતો અને ત્યાર બાદ બોલ બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હતો. ક્રિકેટમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. જેમાં માથામાં બોલ વાગતા ખેલાડીને ઇજા થઇ હોય.