ગામમાં ત્રાટકેલ દીપડાને પકડવા વન વિભાગએ હાથ ધર્યું રેસ્કયું

ધારી ગીર પૂર્વ સરસીયા રેંજના સીવડ ગામમાં આજે વહેલી સવારે દીપડો ત્રાટકયોહતો અને ઘરમાં સૂતેલા અલગ અલગ ત્રણ વ્યક્તિઓને “વડચકા” ભરી ઘાયલ કરતા તમામને પ્રાથમિક સારવાર ધારી આપ્યા બાદ અમરેલી રિફર કરવામાં આવ્યા છે અને માણસનું લોહી ચાખી ગયેલ દીપડાને ઝડપી લેવા તંત્ર એ રેશક્યું ઓપરેશન કર્યું છે.

આઅંગેની પ્રાપ્ત વિગત મુજબ ધારી ગીર પૂર્વ સરસિયામાં આવેલ સિવડ ગામમાં આજે વહેલી સવારે દીપડો ત્રાટકયો હતો અને ઘરમાં સૂતેલા મહેશભાઈ વાલાભાઈ પર હુમલો કર્યો હતો, રાડો રાડ થતાં દીપડો બાજુની વાડીમાં રહેતા જલ્પાબેન 19 પર ત્રાટક્યો હતો, ત્યાંથી બાજુના ઘરમાં રહેતા વાજી બેન ઉં,60 ને ઘાયલ કર્યા હતા દીપડો ગામમાં આવ્યા ના વાવડને પગલે આખું ગામ ભેગું થયું હતું અને દીપડાને હાંકો કરતા દિપડો સીમ તરફ ભાગી ગયો હતો.

સરપંચ શંભુભાઈ મકવાણાએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા આર એફ ઑ જ્યોતિબેન વાજા એસીએફ ત્રિવેદી, ફોરેસ્ટર અનિલભાઈ રાઠોડ ,અને ટ્રેકર ધરમશીભાઈ મકવાણા એ સીવડ ગામે પહોંચી દીપડાનું લોકેશન મેળવી પાંજરા ગોઠવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે ધવાયેલા તમામને પ્રથમ ધારી અને ત્યાંથી અમરેલી રીફર કરવામાં આવ્યા છે જોકે તમામ ભયમુક્ત હોવાનું જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.