ગોગ્રીન થીમ પર ૯૦-૯૦ના ડોમમાં લાઈવ ઉંદરની પ્રદક્ષિણા આકર્ષણનું કેન્દ્ર

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા જે.કે.ચોક ખાતે શિવશકિત યુવા ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦ જેટલા લાઈવ ઉંદર ભગવાન ગણેશની પ્રદક્ષિણા કરી રહ્યા છે. આ સાથે આ ગણેશ પંડાલની વિશેષતા એ છે કે સાંધ્ય મહાઆરતી બાદ ૩૭૦ની કલમ નાબૂદ થઈ તેની ઉજવણીના ભાગ સ્વરૂપે અખંડ ભારતના નિર્માણને લઈ સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવે છે.

મહત્વનું છે કે રાજકોટમાં શિવશકિત યુંવા ગ્રુપનાક આ ગણેશોત્સવ સૌથી મોટો છે જેમાં ૯૦-૯૦નો ડોમ છે. આ ગણેશોત્સવમાં વિવિધ શરગાર દુંદાળા દેવને કરવામાં આવે છે. હાલ નવી ૨૦ની કરન્સી નોટનો શણગાર ગણેશને કરવામાં આવ્યો છે.

જે.કે. ચોકના ગણેશના નામે જાણીતા આ ઉત્સવમાં ગો ગ્રીન થીમ રાખવામાં આવી છે. આ સાથે વૃક્ષો વાવો વરસાદ લાવો ને પણ આ ગણેશોત્સવમાં અપનાવવામા આવ્યું છે. મહાનુભાવો દ્વારા સાંધ્ય મહાઆરતી પણ કરવામાં આવે છે. આ સાથે વિવિધ સાંસ્કૃતિક સામાજીક કાર્યક્રમો જે.કે.ચોકમાં યોજાય છે. આજની મહાઆરતીમાં ડી.સી.પી. જાડેજા જોડાશે અને ભગવાન ગણેશની પૂજા અર્ચના આરાધના કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.