- આજે મેળાનો ત્રીજો દિવસ.. કાલે શિવરાત્રી ની રવાડી અને મુર્ગીકુંડમાં શાહીસ્નાન બાદ મેળો એક દિવસ વહેલો થશે પૂર્ણ
વિશ્વપ્રસિદ્ધ ગિરનારના શિવરાત્રી મેળો હવે અસલ રંગમાં આવી ગયો છે,આ વખતે દશમનો ક્ષય હોવાથી મેળો એક દિવસ વહેલો પૂરો થવાનો છે ,ત્યારે આજે મેળો “મધ્યાને” પહોંચ્યો હોય તેમ આવતીકાલે શુક્રવારે શિવરાત્રીના રાત્રે 12:00 વાગે સંતોની શાહી રવાડી સાથે અવધૂત સાધુઓ નું મુંર્ગીકુંડમાં પરંપરાગત શાહી સ્નાન બાદ મેળો સમાપન થવાનો છે.. ત્યારે ગઈકાલથી જ ભાવિકો નું કીડિયારુ સતત ભવનાથ ભણી અવિરત જઈ રહ્યું છે અને મેળાના ગ્રાઉન્ડમાં હૈયે હૈયું લડાઈ તેવી મેદની ઉમટી રહી છે. સવારથી સાંજ સુધી અઢીસોથી વધુ ઉતારા ઓમાં ભાવિકો માટે જાતજાતના ભોજન પીરસાઈ રહ્યા છે સમી સાંજ થી સવાર સુધી ઉતારાઓમાં ભજન ધૂન કીર્તન ની રમઝટ બોલી રહી છે.
ગઈકાલે કચ્છના સુપ્રસિદ્ધ ભજનિક દેવરાજભાઈ ગઢવી નાના ડેરા એ ભજનની રમઝટ બોલાવી હતી. શિવરાત્રી મહાપર્વને લઈ જુનાગઢ ખાતે ગિરનારની તળેટીમાં મેળા મધ્યાન બાદ તેના અસલ રંગમાં આવી જવા પામ્યો છે. ત્યારે શ્રદ્ધાળુઓ તેમનાં પરિવાર સાથે મેળાનો આનંદ માણવા આવી રહ્યા છે. તો બીજી તરફ નાગા સાધુઓ પણ ધુણો ધકાવીને બેઠા છે. મોડી રાત સુધી ભાવિક ભક્તોની અવર જવરથી માર્ગ ધમધમતો રહ્યો હતો. ગુજરાત સહિત ભારતભરમાંથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવી ભજન તેમજ ભક્તિનો ભરપૂર આનંદ માણ્યો હતો. ત્યારે હજુ બે દિવસ ચાલનારા મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મહાદેવનાં દર્શને આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. શિવરાત્રીની રાત્રે નાગા સાધુઓની રવાડીનાં દર્શન કરી ભક્તોએ અન્યતા અનુભવી હતી.
દોઢથી બે લાખ લોકો મેળામાં ઉમટ્યા
પ્રથમ દિવસે મેળાના પ્રથમ ચરણમ મા આશરે દોઢથી બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ત્યારે કડકડતી ઠંડી વચ્ચે પણ લોકો બાળકો તેમજ પરિવારજનો સાથે મેળો માણવા પહોંચ્યા હતા. મેળામાં ખાણીપીણીનાં સ્ટોલ, રમકડાનાં સ્ટોલ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તો બીજી તરફ ભાવિક ભક્તોએ ભવનાથ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વર્ષે તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ મેળામાં ભાવિકોએ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ ન વાપરવા પણ અપીલ કરી છે. આ મેળ ગુજરાત સહિત વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
મહાશિવરાત્રીના મેળામાં રવેડીમાં બગી મામલે સંતોની બેઠકમાં મહંત મહેશ ગીરીબાપુ મહાદેવ ગીરીબાપુ ભારતી આશ્રમ ના મહાદેવ ભારતી બાપુ તોરણીયા ધામના રાજેન્દ્ર દાસ બાપુ ચકાચક બાપુ જગજીવનદાસ બાપુ કિશનદાસ બાપુ ગિરનાર મંડળના તમામ સાધુ સંતો મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરીજી રૂદ્રેશ્વર જાગીર આશ્રમ મહેન્દ્ર ભારતી બાપુ એ બગીનો વિવાદ ઉકેલવા સહમતી સાધી હતી
મેળામાં દિગમ્બર સાધુઓ ના અખાડામાં ભાવિકો ના નત મસ્તક પ્રણામ
મહાશિવરાત્રીના મેળામાં ધાર્મિકતાની રંગત જોવા મળતા હોય છે. જેમાં દેશભરના સાધુઓ જોડાઈ છે. મેળામાં દિગમ્બર સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.જે ધૂણી ધખાવીને ભવનાથમાં શિવભક્તોને દર્શન આપે છે. ત્યારે આ વખતે શિવરાત્રિના મેળામાં દિગમ્બર સાધુઓ અવનવા રંગરૂપમાં જોવા મળ્યા. કોઈ ચહેરા પર ગોગલ્સમાં તો કોઈ ચલમ ફુંકતા જોવા મળે છે અનેક અખાડામાં બાલ સાધુઓ અને ક્યાંક અવધૂત જેફ સાધુઓ પોતાની ધુનમાં લોકોને દર્શન આપી રહ્યા છે