ભવનાથના શિવરાત્રી મેળામાં મુર્ગીકુંડમાં શાહી સ્થાન વખતે 1 બાળ સાધુ અને 3 સાધ્વી અને 12 સાધુ મહાત્મા તથા 1 ભક્ત સહીતા કુલ 17 લોકો પાણીમાં ડૂબતા ફાયર શાખાની ટીમે પાણીમાં કૂદીને તમામને બચાવી લીધા હતા. તે સાથે મેળા દરમિયાન શિવરાત્રીના દિવસે 2 ભાવિકોના કુદરતી મોત પણ નોંધાયા હતા.
ભવનાથના શિવરાત્રી મેળામાં રવેડીની સાથે મૃગીકુંડમાં સાધુ સંતોનું શાહી સ્નાન ઘણું મહત્વનું માનવામાં આવે છે. ત્યારે શિવરાત્રીની મધ્ય રાત્રીએ હજારોની સંખ્યામાં સાધુ, સંતો, મહંતો અને સાધવીઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના દોઢ વાગ્યા સુધીમાં 1 બાળ સાધુ, 3 સાધ્વીજી, 12 સાધુ મહાત્મા અને 1 ભક્ત પાણી ભરવા આવેલ તે મૃગીકુંડમાં ડૂબવા લાગ્યા હતા. ત્યારે ત્યાં તૈનાત જુનાગઢ મનપાની ફાયર શાખાના કર્મીઓએ તમામને બચાવી લીધા હતા.
સદભાગ્યે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ મનપાની ફાયર શાખાની ટીમના ચીફ ફાયર ઓફિસર દિપક જાની, ડિવિઝનલ ફાયર ઓફિસર યકીન શિવાની, ફાયર સ્ટેશન ઓફિસર રાજીવ ગોહિલ, ફાયરમેન ભગતસિંહ રાઠોડ, ફાયરમેન નૂર મહંમદ શેખ તથા ડ્રાઇવર જીતુ ઓડેદરા સહિતના ખડે પગે હતા અને તેમણે રૂગી કુંડમાં ડૂબતા 17 જેટલા લોકોના જીવ બચાવતા જુનાગઢ મનપાની ફાયર શાખાની ટીમની ભારોભાર પ્રશંસા થઈ હતી અને ફાયર શાખાના કર્મીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.