ઈકોફ્રેંડલી, સાફ સફાઈ અને આંતરરાષ્ટ્રીય નિયમો ઉપર આધારિત પર્યટન સુવિધામાં અગ્રેસર એવા દેશના કુલ આઠ બીચોને મળ્યું બ્લૂ ફલેગ પ્રમાણપત્ર
ઈકોફ્રેંડલી, સાફ સફાઈ અને આંતરરાષ્ટ્રીય નિયમો ઉપર આધારિત પર્યટન સુવિધા યુક્ત બીચોની યાદીમાં ભારતે આખરે જગ્યા બનાવી લીધી છે. બ્લુ ફ્લેગ બીચને દુનિયામાં સોથી સ્વચ્છ સમૂદ્ર તટ માનવામાં આવે છે. વિતેલા મહિને ફાઉન્ડેશન ફોર ઈન્વાયરમેન્ટ એજ્યુકેશનની એક આંતરરાષ્ટ્રીય જ્યુરીએ ડેનમાર્કના વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોની એક રાષ્ટ્રીય જ્યુરી દ્વારા કરવામાં આવેલી ભલામણોને યોગ્ય ઠેરવી હતી. જેમાં ૮ ભારતના બિચોને બ્લુફ્લેગ બીચ ટેગ દેવાની ભલામણ કરવામાં આવી હતી. તેમાંથી કર્ણાટકના બે બીચ ઈન્ટરનેશનલ ઈકો લેબલ બ્લુ ફ્લેગમાં શામેલ કરાયા છે. ઉપરાંત પોરબંદરના શિવરાજપુર અને દિવના ઘોઘલા બીચને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય જ્યુરીએ ૪૬૬૪ સમૂદ્ર તટને બ્લુ ફ્લેગ ટેગથી સન્માનિત કર્યા છે. તેમાંથી ૪૬ દેશોમાં મરીના અને બોઅટ્સને બ્લુ ફ્લેગ ટેગ મળ્યું છે. સ્પેનમાં બ્લુગ ફ્લેગ વાળા ટેગની સાઈટોની સંખ્યા સૌથી વધારે છે. ભારતની પાસે ૧૦ ઓક્ટોબર સુધી કોઈ બ્લુ ટેગ ન હતો. ભારતે પોતાના એકીકૃત તટીય ક્ષેત્ર પ્રબંધન પરિયોજના હેઠળ પોતાનો ઈકો લેબલ ઇઊઅખજ લોન્ચ કર્યો હતો. બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન ભારતના ઈંઈણખ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવેલી પરિયોજનાઓમાંથી એક હતી.
એસઆઈસીએમ પ્રોજેક્ટ અધિકારી અરવિંદ નૌટિયલે જણાવ્યું હતું કે બીચને પર્યાવરણ અને પર્યટનને અનુકૂળ બનાવવા માટે, પ્રવાસીઓ માટે શુધ્ધ પાણીની ઉપલબ્ધતા, દરિયા કિનારે પ્લાસ્ટિક મુક્ત, ગંદકી મુક્ત, નક્કર કચરાના સંચાલનને ધ્યાને રાખી બ્લુ ફ્લેગ બીચનો ટેગ આપવામાં આવે છે. આ બીચમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર પર્યટન સુવિધાઓ વિકસિત હોય છે.
શું હોય છે બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ
બ્લૂ ફ્લેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવે છે. આ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઈકો લેબલ છે. બ્લૂ ફ્લેગ લેબલ મેળવવા માટે પર્યાવરણીય, શૈક્ષણિક, સુરક્ષા અને સુગમતાના અનેક માપદંડોની ચકાસણી કરવામાં આવે છે. આ સર્ટિફિકેટ ડેનમાર્કની ફાઉન્ડેશન ફોર એન્વાયરન્મેન્ટલ એજ્યુકેશન નામની બિનસરકારી ઈન્ટરનેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા અપાય છે.
આગામી ૫ વર્ષમાં આ પ્રકારના ૧૦૦ બીચો તૈયાર કરાશે : જાવડેકર
ટ્વિટર ઉપર જાવડેકરે જણાવ્યું હતું કે, સમગ્ર એશિયા પેસિફિકમાં પણ ભારત એ સૌપ્રથમ દેશ છે કે જેણે માત્ર ૨ જ વર્ષમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.જાપાન, દક્ષિણ કોરિયા અને યુએઇ એ જ માત્ર અન્ય એશિયન રાષ્ટ્રો છે કે જેમને કેટલાક બ્લૂ ફ્લેગ બીચ પ્રાપ્ત થયેલા છે અને જો કે તેમ છતાં તે ૫ થી ૬ વર્ષના ગાળામાં મળેલા છે. ભારત હવે ૫૦ બ્લૂ ફ્લેગ દેશોના લીગમાં પ્રવેશી ચૂક્યું છે અને આપણે આપણાં દેશ માટે આ સન્માન ધારણ કરીએ છીએ અને આ સાથે જ આ યાત્રાને આગળ લઈ જતા આગામી પાંચ વર્ષ દરમિયાન આ પ્રકારના ૧૦૦ બીચ તૈયાર કરવાનું આયોજન કરીએ છીએ.
ક્યાં આઠ બીચોને મળ્યો બ્લૂ ટેગ
દેશના આઠ બીચને બ્લૂ ફલેગનો દરજ્જો મળ્યો છે. બ્લુટેગ મેળવનારા બીચોમાં શિવરાજપુર(ગુજરાત), ઘોઘલા(દીવ), કાસરકોડ અને પદુબિદ્રી(બંને કર્ણાટકમાં), કપ્પડ(કેરળ), રૂશિકોંડા(આંધ્ર), ગોલ્ડન(ઓડિશા) અને રાધાનગર(અંડમાન) છે.