પ્રેમી અને બે મિત્રોએ બળાત્કાર ગુજારી બ્લેક મેઇલીંગ કર્યાનો મહિલા સહિત છ સામે નોંધાતો ગુનો
ગોંડલ તાલુકાના શિવરાજગઢની સગીરા પરિવારની મરજી વિરૂધ્ધ ભાગી ગયા બાદ પ્રેમી અને તેના બે મિત્રોએ બળાત્કાર ગુજારી બ્લેક મેઇલીંગ કરી ચારિત્ય અંગે શંકા કરતા સગીરાએ ઝેરી દવા પી આપઘાત કર્યાની ઘટના પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે મહિલા સહિત છ સામે બળાત્કાર અને આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામના મનસુખભાઇ વસંતદાસ પરમારે શિવરાજગઢના જીજ્ઞેશ મોહન મકવાણા, તેની માતા હંસા મોહન મકવાણા, પિતા મોહન જેઠા મકવાણા, ભાઇ મનજી જેઠા મકવાણા, રવજી લખમણ મકવાણા અને વિપુલ મનજી મકવાણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
શિવરાજગઢની નેહા નામની સગીર બાળાને જીજ્ઞેશ મકવાણા સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને પરિવારની મરજી વિરૂધ્ધ ભાગી જતા ગોંડલ તાલુકા પોલીસમાં અપહરણનો ગુનો નોંધાયા બાદ પોલીસે જીજ્ઞેશ મકવાણા સામે પોસ્કો અંગેનો ગુનો નોંધી જેલ હવાલે કર્યો હતા અને નેહાએ પોતાના પિતાના ઘરે જવાનો ઇન્કાર કરતા રાજકોટના સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સમાં મોકલી દીધી હતી.
જેલમાંથી છુટેલા જીજ્ઞેશ મકવાણા અને શિવરાજગઢ જતી રહેલી નેહાના સંપર્કમાં આવતા બંને ફરી ભાગી ગયા બાદ ગોંડલ રહેવા જતા રહ્યા હતા. દરમિયાન જીજ્ઞેશ મકવાણાના પિતરાઇ વિપુલ મકવાણાએ બળાત્કાર ગુજારતા જીજ્ઞેશ મકવાણા પોતાની સગીર પ્રેમીકાના ચારિત્ય અંગે શંકા કરી ઝઘડો કરતા તમામ શખ્સો ગોંડલના તુલશી બાગ ખાતે સમાધાન માટે એકઠાં થયા હતા.
દરમિયાન જીજ્ઞેશ મકવાણાએ પોતાની પ્રેમીકા નેહાને સ્વીકારવાનો ઇન્કાર કરતા તેણીને લાગી આપવતા ત્યાં જ ઝેરી ટીકડા ખાઇ આપઘાત કર્યો હતો. મૃતકના પિતા મનસુખભાઇ પરમારની ફરિયાદ પરથી તમામ શખ્સો સામે બળાત્કાર અને બ્લેક મેઇલીંગ કરી આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.