પત્નીના આડાસંબંધના લીધે ઢાળી દીધાની કબુલાત
ગોંડલ તાલુકા ના શિવરાજગઢ મા ભાદર ડેમ ના કાંઠે થી નગ્ન હાલત મા મળી આવેલી અજાણી મહીલા ની લાશ ની એક વર્ષ જુની ઘટના નો ભેદ તાલુકા પોલીસે કુનેહ પુર્વક તપાસ હાથ ધરી ખોલી નાખી હત્યારા ને જડપી લઇ રીમાન્ડ ની તજવીજ હાથ ધરી છે.મહીલા ની હત્યા ખુદ તેના પતિ એ જ કરી હોવાનુ તથા પત્નિ ના આડાસબંધ ને કારણે હત્યા કર્યા નુ તપાસ મા ખુલવા પામ્યુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.15 /11/21 ના શિવરાજગઢ ગામે પરેશભાઇ વોરા ની વાડી ના શેઢે ભાદર ડેમ ના કાંઠા પર પાણી માથી કોહવાયાલી અને નગ્ન હાલત મા એક અજાણી મહીલા ની લાશ મળી આવતા તે સમયે તાલુકા પોલીસે એડી.દાખલ કરી હતી.
એક વર્ષ પહેલા ની ઘટના નો ભેદ અણઉકેલ હોય તાલુકા પીએસઆઇ.એમ.એચ.ઝાલાએ ભેદ ઉકેલવા બીડુ ઝડપી મહીલા ના પીએમ.રિપોર્ટ મા હેડ ઇન્જરી નુ કારણ દર્શાવાયુ હોય તેના પર ફોકસ કરી તપાસ નો ધમધમાટ શરુ કર્યો હતો.
ડીવાયએસપી.ઝાલા ના માગઁદશઁન હેઠળ પીએસઆઇ.એમ.એચ.ઝાલા એ અલગ અલગ ટીમ બનાવી પરપ્રાંતીય ખેત મજુરો અંગે પુછપરછ હાથ ધરી કોઈ મજુર રાતોરાત નિકળી ગયા અંગે તપાસ હાથ ધરતા મગનભાઈ કુંજડીયા ની વાડીએ થી એક મજુર તુકારામ નારશીંગ માનકર રહે.શિલાવત મધ્યપ્રદેશ તેની પત્નિ અને બે બાળકો સાથે પોતાનો સામાન લીધા વગર અંધારુ ઓઢી ચાલ્યા ગયા નુ જાણવા મળતા આ મજુર નુ પગેરુ દબાવતા તાપી જીલ્લા ના સોનગઢ પાસે મજુરી કરતો હોવાનુ જાણવા મળતા પોલીસે સોનગઢ થી તેને પુછપરછ માટે ગોંડલ પોલીસ સ્ટેશન લઈ આવી આગવી ઢબે પુછપરછ કરતા મૃતક મહીલા કીલ્લુબેન તેની પત્નિ હોવાનુ અને પોતે ઢીક્કાપાટુ તથા પત્થર વડે માર મારી હત્યા કર્યા ની કબુલાત આપી હતી.
તુકારામે કબુલાત મા જણાવ્યુ કે દિવાળી બેસતા વર્ષ ની રાતે પત્નિ કીલ્લુબેન ને કપાસ ના વાવેતર મા બાજુની વાડી મા મજુરી કરતા ચેનશીંગ સાથે કઢંગી હાલત મા જોઈ જતા ચેનશીંગ સાથે માથાકુટ થઈ હતી.તે દરમ્યાન ચેનશીંગ નાશી ગયો હતો.બાદ મા પત્નિ કિલ્લુ પર ગુસ્સે થઈ ઢીકાપાટુ નો માર મારી માથા પર પત્થરો થી વાર કરતા તેની પત્નિ નુ મોત નિપજ્યુ હતુ.બાદ મા તેની લાશ કોથળા મા નાખી વાડી ના શેઢે આવેલ ભાદર ડેમ ના પાણી મા નાખી દીધી હતી.પીએસઆઇ.ઝાલા એ ફરીયાદી બની હત્યા નો ગુન્હો દાખલ કરી તુકારામ ની ધરપકડ કરી રીમાન્ડ ની તજવીજ હાથ ધરી છે.
એક વર્ષ પહેલા ની અને ફાઇલ મા બંધ થયેલી હત્યા ની ઘટના અંગે પીએસઆઇ.એમ.એચ.ઝાલા તથા ટીમ ના હેડ કોન્સ્ટેબલ અજીતભાઇ ગંભીર, ગિરીરાજસિહ જાડેજા,શક્તિસિંહ જાડેજા,છત્રપાલસિહ જાડેજા,મુકેશભાઇ મકવાણા,વિશ્ર્વજીતસિહ જાડેજા,અજયભાઈ ખટાણા સહીત ના એ જહેમત ઉઠાવી ભેદ ખોલી નાખ્યો હતો