૨૪ થી ૩૧ જુલાઈ સુધી દરરોજ મહાપુજા, મહાયજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ: જાહેર કાર્યક્રમ માટે સમસ્ત કોળી સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, આહિર સમાજ અદમ્ય ઉત્સાહ
અહીં રેસકોર્સ ખાતે પહેલીવાર ઐતિહાસિક અલૌકિક અને અદ્વિતિય શિવ ઉત્સવ તા.૨૪ થી ૩૧ જુલાઈ સુધી કોંગ્રેસ દ્વારા યોજાવાનો છે. જેમાં વિધિ વિધાનથી સ્થાપિત ‚દ્રાક્ષના શિવનું સ્થાપન કરી દરરોજ મહાપૂજા-મહાયજ્ઞ-મહાઆરતી સાથે મહાપ્રસાદ (ફરાળ)નું પણ આયોજન કરાયું છે.
જેમાં આહિર સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ અને સમસ્ત કોળી સમાજ શિવ આરાધનામાં અદમ્ય ઉત્સાહથી ભાગ લેવાનો છે. સાથોસાથ દરરોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. શ્રાવણ માસમાં શિવ આરાધનાનું નબળુ મહત્વ હોય છે. આ શિવ ઉત્સવમાં લોકોને ઉમટી પડવા હાંકલ કરવામાં આવી છે.
સમસ્ત આહિર સમાજ
આ મહા કાર્યક્રમને સફળ બનાવવા આહિર સમાજના આગેવાનો લાભુભાઈ ખીમાણીયા, ભાવેશભાઈ બોરીચા, મુકેશભાઈ ચાવડા, વિજયભાઈ વાંક, નીલેશભાઈ મા‚, વાસુરભાઈ ડેર, પ્રભાતભાઈ ડાંગર, ભરતભાઈ શિયાળ, સુરેશભાઈ ગેરૈયા, હેમંતભાઈ વીરડા, મનુભાઈ સોનારા, નારણભાઈ બોરીચા, રામભાઈ હેરભા, રમેશભાઈ બોરીચા, સંજયભાઈ બોરીચા, ખોડુભાઈ સેગલીયા, કનુભાઈ, રાજુભાઈ ડાંગર, હરેશભાઈ ચાવડા જહેમત ઉઠાવી રહ્યા છે.
કાઠી ક્ષત્રીય સમાજ
આ કાર્યક્રમને સફળ બનાવવા વાળા સુખાભાઈ ‚પડભાઈ, ન‚ભા લખુભા કોટીલા, સત્યજીતભાઈ ખાચર, માણસુરભાઈ એભલભાઈ વાળા, રાજુભાઇ ટપુભાઈ વાળા વિગેરે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
સમસ્ત કોળી સમાજ
કોળી સમાજના આગેવાનો દિનેશભાઈ મકવાણા, શરદભાઈ તલસાણીયા, બચુભાઈ સોરાણી, શૈલેષભાઈ જાદવ, મહેશભાઈ રાજપરા, સુભાષભાઈ અઘોલા, દિપ્તીબેન સોલંકી, ચંદ્રિકાબેન વરણીયા, ચંપાબેન મકવાણા, મીનાબેન ચૌહાણ, રીટાબેન વડેચા, કાળુભાઈ શિયાળ, કુરજીભાઈ સોરાણી, ભરતભાઈ બાલોન્દ્રા દ્વારા સમાજને ઉમટી પડવા અને ધાર્મિક મહોત્સવનો લાભ લેવા જાહેર અપીલ છે.