જ્ઞાનવાપી મસ્જિદના સર્વે કેસમાં પ્લઝ ઑફ વર્શિપ એક્ટ 1991 લાગુ પડતો નથી: વાદી પક્ષનો દાવો
વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જ્ઞાનવાપી કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જજે આ કેસનો ચુકાદો અનામત રાખ્યો છે. જ્ઞાનવાપીમાંથી જે રીતે શિવલિંગ મળી આવ્યું છે તે બાદ એક વાત તો નક્કી છે કે, આ શિવલિંગને અવગણી શકાશે નહીં ત્યાં બીજી બાજુ વર્ષોથી અહીં મસ્જિદનું અસ્તિત્વ છે ત્યારે હવે શિવલિંગની પૂજા મસ્જિદની અંદર થશે કે બહાર આ મુદ્દે આજે જિલ્લા કોર્ટનો નિર્ણય આવશે. કોર્ટે બંને પક્ષોની દલિલો સાંભળી છે. હવે આજે કોર્ટ નક્કી કરશે કે કયા વિષયને પ્રાધાન્ય આપવું જોઈએ.
સોમવારે હાથ ધરાયેલી 45 મીનિટની સુનાવણીમાં કોર્ટે કુલ 4 અરજીઓ પર તમામ પક્ષકારોની દલીલો સાંભળી હતી, અને આ મુદ્દે કોની કઇ માંગ સ્વીકારીને સુનાવણી આગળ હાથ ધરવી તે અંગે આજે બપોર સુધીમાં ચુકાદો આવી શકે છે.
જ્ઞાનવાપી કેસની સુનાવણી વચ્ચે કોર્ટમાં વધુ એક દલીલ કરવામાં આવી છે. હિંદુ પક્ષે પોતાની દલીલમાં કહ્યું છે કે, જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વજુ ખાનામાં વધુ એક શિવલિંગ છે.
આ દરમિયાન ફરી એક વખત વાદીના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદના સર્વે કેસમાં પ્લઝ ઑફ વર્શિપ એક્ટ 1991 લાગુ પડતો નથી. વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, વર્ષ 1937 માં દીન મોહમ્મદ વિરુદ્ધ રાજ્ય સચિવના કેસમાં, 15 લોકોએ જુબાની આપી હતી કે, 1942 સુધી પૂજા થતી હતી, તેથી તે કાયદો ત્યાં અસરકારક રહેશે નહીં.