શિવતાંડવસ્તોત્રમ્ ઉપરાંત અનેક ધાર્મિક ગીતો દેવ ગૌસ્વામીને કંઠસ્થ
પરિવારજનો સાથે ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે બાળ કલાકાર
રમવા-ભમવાની ઉંમરે રાજકોટના આઠ વર્ષનાં બાળકે શિવતાંડવસ્તોત્રમ ગાઈ પોતાની અંદર છુપાયેલી કળાને ખીલાવી છે. રાજકોટમાં રહેતા માત્ર આઠ વર્ષનાં બાળક અને શિવભકત દેવગીરી કલ્પેશગીરી ગૌસ્વામીએ શિવરાત્રી નીમીતે શિવતાંડવસ્તોત્રમ્ ગાઈ શિવભકતોને અચંબિત કર્યા છે. આ શિવતાંડવસ્તોત્રમ્ આગામી સોમવારે યુ ટયુબ ચેનલ પાયલ ઓડિયો પર રીલીઝ થઈ જશે. નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર શિવતાંડવસ્તોત્રમ આ 8 વર્ષની ઉંમર ધરાવતા શિવભકત બાળકને કંઠસ્થ છે. જે ખરેખર દશનામી જ્ઞાતિ માટે ગૌરવની વાત છે. દેવ ગૌસ્વામીએ દાદીમા જમકુરબેન હરેશગીરી ગૌસ્વામીની પ્રેરણાથી લોકડાઉનના સમયનો સદ્ઉપયોગ કરી સમગ્ર શિવતાંડવ સ્તોત્રમ્ કે જેના ઉચ્ચારણા મોટી ઉંમરના લોકો માટે પણ બોલવા અધરા પડે તેને સ્વરબધ્ધ તૈયાર કરેલ. ઓડિયો તથા જાતે જ તેમા અભિનય પણ કર્યો છે. જે આગામી તા.8ને સોમવારના રોજ પાયલ ઓડિયો યુ ટયુબ ચેનલ પર રીલીઝ થશે. દેવ ગૌસ્વામી સાથે તેના પપ્પા અને પરિવારના સભ્યોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. શિવરાત્રી નીમીતે રિલીઝ થનાર આ શિવતાંડવસ્તોત્રમ્ માટે દેવ ગૌસ્વામીને પરિવારજનો શિવભકતો તરફથી અભિનંદન મળી રહ્યા છે.