ભક્તિનું ભાથુ બાંધવા શિવમંદિરોમાં જામી ભાવિકોની ભીડ: અબીલ, ગુલાલ, જલ, દૂધ, ઘી, દહી, બિલ્વપત્ર સહિતની પૂજા સામગ્રીથી ભકતોએ કર્યું ભોળાનાથનું પૂજન: શિવાલયોમાં મહાઆરતી અને શિવાભિષેકનાં દિવ્ય વાતાવરણ વચ્ચે અનોખા ધર્મોલ્લાસનો આજથી પ્રારંભ
શ્રાવણ માસએ ભગવાન શિવજીની ઉપાસના અને આરાધનાનો માસ ગણાય છે. ભકતો વિવિધ પ્રકારથી ભગવાન ભોળાનાથની આરાધના કરે છે. આજથી પ્રવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યા છે. એમાંય વિશેષ આજે સોમવારથી શ્રાવણ માસ શ‚ થતા આ વર્ષે શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. પાંચ પાંચ શ્રાવણીયા સોમવારનો લાભ મળતા ભકતોની ભકિત બેવડી બની જશે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ તમામ શિવાલયોમાં શિવભકતોની ભીડ જોવા મળીરહી છે.
કહેવાય છે કે વર્ષે દરમિયાન ચાતુમાસને ભકિત માટે ઉતમ માનવામાં આવે છે. અને તેમાંય વળી આ ચાતુર્માસમાંપણ શ્રાવણ મહિનાને સર્વોત્તમ ગણવામાં આવે છે. શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથનો અતિપ્રિય મહિનો છે. આ માસ દરમિયાન ભોળીયાનાથ પોતાના ભકતોની મનોકમાન પૂર્ણ કરતા હોવાથી શ્રાવણ માસમાં શિવમંદિરોમાં ભાવિકોની વિશેષ ભીડ જોવા મળે છે. શિવ મંદિરોમાં શિવભકતો દ્વારા મહાદેવનું વિશેષ પૂજન-અર્ચન અને દર્શન માટે ભાવિકો ઉમટી પડે છે. ભકતો પોતાના ભગવાનને ઘી, દૂધ,દહીં, તલ, જળ તેમજ બિલિપત્રો સહિતની પૂજા સામગ્રીઓથી મહાદેવને અભિષેક કર છે. ઘણા લોકો આખો મહિનો ઉપવાસ-એકટાણા કરી શિવભકિત કરે છે. તો કેટલાક શ્રધ્ધાળુઓ સોમવારના દિવસે વિશેષ ઉપવાસ કરે છે. આ વખતે શિવભકતોને પાંચ સોમવારનો લાભ મળશે.
મુખ્યબાર જયોતિલીંગો સહિત ભારત વર્ષનાં તમામ નાના મોટા શિવાલયોમાં આખો મહિનો શિવ આરાધના ચાલશે. તેમજ હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠશે. શ્રાવણ માસમાં ભકિતનું ભાથુ બાંધી લેવા ભકતો પણ ખૂબ આતુર હોય છે. શ્રાવણ મહિનામાં રક્ષાબંધન સહિતના તહેવારો આવે છે. કહેવાય છે કે શ્રાવણ માસ દિવાળી સુધીનાં તહેવારોનું પ્રવેશદ્વાર છે. ખાસ રાજકોટ શહેરનો ઉલ્લેખ કરીએ તો આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથીક જ શહેરનાં તમામ નાના મોટા શિવ મંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળીહતી વહેલી સવારે શિવાલયો મહાઆરતીથી દિવ્ય બન્યા હતા. શહેરના મુખ્ય શિવાલયોમાં પણ આજે પ્રથમ સોમવારે વિશેષ પૂજન અર્ચનથી શિવને રીઝવવામાં આવ્યા હતા.