શિવસેનામાં હવે ‘ધનુષ બાણ’ ના નિશાન માટે જંગ જામશે: સરકાર અને સંગઠન ગુમાવનાર ઉઘ્ધવ ઠાકરે પાસે પક્ષનું મુખ્ય નિશાન બચશે કે પછી ધબાય નમ:
મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટીનો અંત આવી ગયો છે. મુખ્યમંત્રી પદે એકનાથ શિંદે સત્તારૂઢ થઇ ગયા છે હવે શિવસેનામાં બે જુથ વચ્ચે પક્ષનું મુખ્ય નિશાન ધનુષ્ય બાણ હાંસલ કરવા માટેની લડાઇ જામે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.
સત્તાની લાલચમાં ઉઘ્ધવ ઠાકરેએ પક્ષની મુળભૂત વિચારધારાને નેવે મૂકી દેતા શિવસેનાના મહારાષ્ટ્રમાં બે ઉભા ફાડીયા થઇ ગયા છે. પપ માંથી શિવસેનાના 40 ધારાસભ્યોએ સાચા શિવ સૈનિક એવા એકનાથ શિંદેની પડખે ઉભા રહી જતા ઉઘ્ધવે સરકાર તુટી પડી છે શિવસેનાની મુળભૂત વિચારધારાને વરેલા એકાદ ડઝનથી પણ વધુ સાંસદો પણ શિંદે જુથમાં ગમે ત્યારે ભળી જાય તેવી સંભાવના રહેલી છે.
બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે છેલ્લા 4પ વર્ષથી બીએમસીમાં શિવસેનાનું શાસન છે હવે સેના બે ભાગમાં વહેંચાય ગઇ છે. કોઇપણ રાજકીય પક્ષમાં ચુંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ચિહનનું ખુબ જ મહત્વ રહ્યું છે. કારણ કે અક્ષરજ્ઞાન ન ધરાવતા મતદારો માત્ર પક્ષનું ચિહન જોઇને મતદાન કરતા હોય છે
મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં પક્ષના ચુંટણી ચિહન માટે લડાઇ જામશે. શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં ચુંટણી પેનલ દ્વારા એક પત્ર પાઠવી ઉઘ્ધવને સમર્થન આપવામાં આવ્યું છે. શિવસેના પક્ષના બંધારણ મુજબ પક્ષ પ્રમુખને તમામ સત્તાઓ આપવામાં આવી છે. પાર્ટી પ્રમુખ કોઇપણ વ્યકિતને પક્ષમાં સામેલ કરી શકે છે અને હટાવી પણ શકે છે. શિંદેને હાલ રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી છુટ આપવામાં આવી છે.
ઉઘ્ધવ પાસેથી ભલે મુખ્યમંત્રી પદે જતુ રહ્યું હોય પરંતુ તેની પાસે હજી શિવસેના છે. પક્ષનું મુખ્ય નિશાન તેની પાસે છે. બીજી તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદે આગામી દિવસોમાં પક્ષનું સિમ્બોલ મેળવવા માટે અદાલતના દ્વાર ખડખાવી શકે છે. ભૂતકાળમાં કોંગ્રેસમાં પણ પક્ષના મુખ્ય સિમ્બોલ માટે કાનુની લડાઇ લડવામાં આવી હતી. કોંગ્રેસનું સિમ્બોલ ત્રણ વાર ફર્યુ છે.
બી.એમ.સી.ની. ચુંટણી પહેલા શિવસેનાના શાન માટે જો કાનુની જંગ જામશે તો એવું પણ બની શકે છે ચુંટણી પંચ શિવસેનાનું મુખ્ય નિશાન એકપણ પક્ષકારને ફાળવે નહી બન્નેને અલગ અલગ નિશાન ફાળવીને ચુંટણી લડવા માટે આદેશ આપવામાં આવે. શિંદે જાુથે સરકાર રચી દીધી છે. અને સંગઠન પર પકકડ મેળવી લીધી છે. હવે શિવસેનાનું મુખ્ય નિશાન પર તેની નજર ટકેલી છે.
અમિત શાહને મળતા શિંદે- ફડણવીસ: મહારાષ્ટ્રમાં મંત્રી મંડળ રચવા ચર્ચા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી તરીકે દેવેન્ડ ફડણવીસે ગત ર9મી જુને શપથ ગ્રહણ કર્યા બાદ હવે મંત્રી મંડળની રચના કરવા માટેની ગતિવિધીઓ તે જ બનાવી દેવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગઇકાલે દિલ્હી પહોંચી ગયા હતા. અને મંત્રી મંડળની રચના માટે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા ઉ5રોત ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. મુખ્યમંત્રી પર શિવસેનાને આપવામાં આવ્યું હોય મંત્રીમંડળમાં ભાજપનો દબદબો જોવા મળશે. મહારાષ્ટ્રમાં નવી સરકારનું ગઠન થવાના દશ દિવસ બાદ પણ હજી સુધી મંત્રી મંડળની રચના કરવામાં આવી નથી. હવે મંત્રી મંડળ રચવા માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ગઇકાલે મોડી રાતે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહને મળ્યા હતા. ખુદ ગૃહમંત્રીએ આ મુલાકાતની તસ્વીર સોશિયલ મીડીયા પર વાયરલ કરી હતી. અને બન્નેને મહારાષ્ટ્રના વિકાસ માટે શુભકામના પાઠવી હતી.