પવિત્રશ્રાવણ માસમાં આજે નાગ પાંચમનો પવિત્ર દિવસ છે એવું માનવામાં આવે છે કે આજના દિવસે નાગ ને દુધ પીવડાવવામાં આવે તો જન્મકુંડળીના દોષ નાશ પામે છે.
આજના પવિત્ર દિવસે સવારે વહેલા ઉઠી નિત્યક્રમ કરી ઘરમાં કે મંદિરમાં નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. પલાળેલા મગ, મઠ અને બાજરાની કુલેરનો નૈવૈધ ધરવામાં આવે છે. મહિલાઓ નાગ પાંચમની વાર્તા કરી પૂજન વીધી કરે છે.