દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજન
૧૫૧ બહેનો સાફા સાથે સજજ થશે: ૧૫૦૦ બાઈક, કાફલો કરશે જમાવટ; શોભાયાત્રાના છઠ્ઠા વર્ષમાં પ્રવેશ નિમિતે નીમાશંકરની જયોતિર્લિંગ રથમાં બિરાજશે; શિવભકતોમાં અનેરો ઉત્સાહ; આયોજકો ‘અબતક’ના આંગણે
આદિ દેવ પરમ પરમાત્મા ભગવાન આશુતોષ મહાદેવનો મોટી પર્વ એટલે મહાશિવરાત્રી આ રૂડા અવસરને વધાવવા છેલ્લા પાંચ વર્ષની જેમ આ વર્ષ પણ દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ, શિવરથયાત્રા સમિતિ સતત છઠ્ઠા વર્ષે પણ સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનું સુંદર આયોજન થઈ રહ્યું છે.
આવા રૂડા અવસરને વધાવવા માટે દશનામ ગોસ્વામી સમાજના યુવાનો તડામાર તૈયારીમાં જોડાઈ ગયા છે આગામી સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રામાં મહાદેવને ‘તોપ થી પુષ્પ વર્ષા કરવામાં આવશે. ૧૫૧ દિકરીઓને સાફા પહેરી નારી શકિતનું સન્માન કરશે. ૧૫૦૦ બાઈક, સવારો વાતાવરણમાં જોશનો સંચાર કરશે. હાથી, ઘોડા, ઉંટ અને બગીઓની સવારી બાળકોને આનંદ કરાવશે. ૨૦૦ જેટલી કારનો કાફલો તેમજ વિવિધ સંસ્થાઓના ફલોટ જમાવટ કરશે.
બાર જયોતિલીંગની જાખીના દર્શન કરાવવાનો લાવો મળશે. સનાતન હિન્દુ ધર્મ શિવરથયાત્રા તા.૪.૩ સોમવારના પાવન દિવસે બપોરે ૨.૩૦ કલાકે ‘કમલેશ્વર મહાદેવ, સુતા હનુમાનજી મંદિર, કોઠારીયા રોડ પાસેથી પ્રસ્થાન થાશે, ત્યારબાદ સોરઠીયા વાડી સર્કલ ભકિતનગર સર્કલ, મકકમ ચોક, ગોંડલ રોડ, માલવીયા ચોક, રામકૃષ્ણ આશ્રમ, જાગનાથ મંદિર, યાજ્ઞીક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, મોટી ટાંકી ચોક, લીબડા ચોક, હરીહર ચોકથી ચૌધરી હાઈસ્કુલનાં પટાંગણમાં હિન્દુ ધર્મ શિવ રથયાત્રાના કામકાજ અને તૈયારીના ભાગરૂપે આગામી તા.૧૦.૨ રવિવારના રોજ સાંજે ૫ વાગ્યે સૂતા હનુમાનજી મંદિર સામે વિરભગતસિંહ કોમ્પ્લેક્ષમાં કાર્યાલયને ખૂલ્લુ મૂકવામાં આવશે. મહોત્સવને સફળ બનાવવા સતીષપુરી ગૌતમ ગોસ્વામી, ગૌરવભારથી, કલ્પેશગીરી, જનકપુરી, હિતેષપુરી, આશિષપુરી, શાવનગીરી, પ્રફુલ પર્વત, સુરેશગીરી વિપુલગીરી, દિવ્યેશગીરી, પ્રકાશગીરી અજયવન, ધર્મેન્દ્રગીરી કૈલાશગીરી વિજયગીરી, વિશાલગીરીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.