વિદ્વાન વક્તા ડો. મહાદેવ પ્રસાદના મુખારવિંદે ભગવાન શિવજીના સાનિઘ્યમાં શિવપુરાણ સંગીતમય શૈલીમાં વર્ણવાશે
બાપા સીતારામ સત્સંગ સમીતી તેમજ શ્રી કૈલાસધામ વિકાસ ટ્રસ્ટ આયોજીત શિવપુરાણ જ્ઞાનયજ્ઞ આગામી તા.૧૬ને ગુરુવારથી તા.રરને ગુરુવાર સુધી રાજુલાના પૌરાણિક પાંડવ સ્થાપિત કુંભનાથ સુખનાથ મહાદેવ વચ્ચે ગીરીમાળામાં આવેલા કૈલાસધામ ખાતે વિદ્વાન વકતા ડો. મહાદેવપ્રસાદના મુખારસિંહે ભગવાન શિવજીના સાનિઘ્યમાં શિવપુરાણ સંગીતમય શૈલીમાં વર્ણવાશે જેમાં શિવકથા પ્રસંગો કયા માહત્મય,નિષ્કલ સ્વરુપ પ્રાગટય, રૂદ્રાક્ષ ભસ્મ મહીમા, શિવ વિવાહ,વિવિધ અવતારો, સુદશ જયોતિલીંગ જેવા મહત્વ પૂર્ણ પ્રસંગો કથા સ્થળે આવેલા શિવાલયો ગીરીમાળા અને પર્વનો વચ્ચે અનોખી શૈલીમાં કથાકાર દ્વારા શ્રોતાજનો સમક્ષ રજુ થશે અહીંના સ્થળે શિવ પુરાણનું આયોજન આયોજકો દ્વારા કરાયું છે તેનો શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. શિવપુરાણ કથા દરમ્યાન અનેક વિધ સંતો-મહંતો પણ ઉ૫સ્થિત રહી ભગવાન શિવજી ના ગુણગાન સાંભળી ગુણગાન ગાશે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.
સમગ્ર વાતાવરણમાં જીવને શિવની ખોજ ખેમાભળી મેધરાજા ની મોજ ભર્યા કુદરતી વાતાવરણમાં શિવભકતો કથાની મોજ માણવા આતુર બન્યા છે. અહી યોજાનારી શિવકથાના મુખ્ય મનોરથી જે.બી.ભાઇ લાખણોત્રા પરિવાર છે. દૈનિક પ્રસાદના મનોરથી જેન્તીભાઇ તેરૈયા છે. અહી શિવોયાસના ખર્ચે શિવ પુરાણ જ્ઞાનયજ્ઞ યોજાઇ રહ્યો છે. અહી શિવોપાસના ખર્ચે શિવ પુરાણ જ્ઞાનયજ્ઞ યોજાન રહ્યો છે. તેનો લાભ લેવા પવિત્ર શ્રાવણ માસમાં શિવમય બનવા આ કથાના આયોજકો હિરાભાઇ સોલંકી, ભાનુભાઇ રાજગોર, લાલજીભાઇ સરવૈયા, જીજ્ઞેશભાઇ પટેલ, કે.જી. ગોહીલ, સંજયભાઇ ધાખડા, મનોજભાઇ વ્યાસ સહીતના આયોજકોએ રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના શિવભકતોને કથાનું શ્રવણ કરવા અને પ્રસાદનો લાભ લેવા જાહેર આમંત્રણ આપ્યું છે.