રાજયમાં સંભવિત આતકી હુમલાને ધ્યાનમાં રાખી પોલીસ વડા શિવાનંદ ઝાએ મહત્વનો આદેશ કર્યો છે. રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ હથિયાર સાથે રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ વાહનમાં પણ હથિયાર સાથે રાખવાનું જણાવ્યું છે..તમામ પોલીસને પોતાના હથિયાર ચેક કારીને ચકાસણી કરી લેવી. જે પોલીસ કર્મીના હથિયારમાં ખામી દેખાય તો હેડ કવોટર્સમાં હથિયાર બદલી લેવાનો આદેશ કરાયો છે.
પોલીસ ને હથિયાર સાથે સજ્જ રહેવાની સૂચના રાજયના પોલીસ વડા દ્રારા આપવામાં આવી છે. કેન્દ્રના આઈબી ઇનપુટ મળ્યા છે. કે આતંકીઓ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના મોટા શહેરોમાં આતકી હુમલો કરી શકે તેવી સંભાવના છે. જેના પગલે રાજયની તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આઈબી ઇનપુટના આધારે ગુજરાતના પોલીસ વડાએ તમામ પોલીસને એલર્ટ કરી તેમની સાથે હથિયાર જોડે રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે.