પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જૈનમાં મહાકાલ લોક કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. આ પૂર્વે મોદીએ મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. મહાકાલ લોક પરિયોજનાના પ્રથમ તબક્કામાં મંદિરમાં આવનારા તીર્થયાત્રીકોને વિશ્વ સ્તરીય આધુનિક સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે.
પરિયોજનાનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં ભીડ ઓછી કરવી અને વારસાગત માળખાના સંરક્ષણ અને પુનનિર્માણ પર વિશેષ ભાર આપવાનો છે. પરિયોજના હેઠળ મંદિર પરિસરનો આશરે સાત ગણો વિસ્તાર કરવામાં આવશે.
આનો કુલ ખર્ચ લગભગ 50 કરોડ રૂપિયા છે. મહાકાલ લોકનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદીએ ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યાં હતા.
પીએમ મોદીએ કહ્યું કે શંકરના સાનિધ્યમાં કંઈ સાધારણ નથી, બધુ અલૌકિક છે, અસાધારણ છે, અવિસ્મરણીય અને અવિશ્વસનીય છે. ઉજ્જૈનની આ ઉર્જા અદ્ભુત છે. મહાકાલના આશીર્વાદ જ્યારે મળે છે, ત્યારે કાળની રેકાઓ ખતમ થઈ જાય છે.
મહાકાલ લોકની આ સીમા આવનારી પેઢીઓને દર્શન કરાવશે. હું રાજાધિરાજ મહાકાલના ચરણોમાં નમન કરૂ છું. શિવરાજ સિંહની સરકારને ધન્યવાદ આપુ છું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યોતિષીય ગણનાઓમાં ઉજ્જૈન ન માત્ર ભારતનું કેન્દ્ર રહ્યું પરંતુ તે ભારતની આત્માનું પણ કેન્દ્ર રહ્યું છે. સફળતાના શિખર સુધી પહોંચ્યા બાદ તે જરૂરી છે કે રાષ્ટ્ર પોતાના સાંસ્કૃતિક ઉત્કર્ષ પર પહોંચે, પોતાની ઓળખની સાથે ગૌરવથી માથુ ઉંચુ કરી ઉભુ થાય.
ઉજ્જૈને મહારાજ વિક્રમાદિત્યનો પ્રતાપ જોયો છે, જેનાથી ભારતનો નવો અધ્યાય શરૂ થયો હતો. પીએમ મોદીએ કહ્યું કે ઉજ્જૈને હજારો વર્ષો સુધી ભારતની સંપન્નતા અને સમૃદ્ધિનું, જ્ઞાન અને ગરિમાનું, અને સાહિત્યનું નેતૃત્વ કર્યું છે. ઉજ્જૈનની દરેક ક્ષણમાં, ઈતિહાસ છુપાયેલો છે. કણ-કણમાં આદ્યાત્મ સમાયેલું છે અને ખુણા-ખુણામાં ઈશ્વરીય ઉર્જા સંચારિત થઈ રહી છે. ભારતનો આ સાંસ્કૃતિક દર્શન એકવાર ફરી શિખર પર પહોંચી વિશ્વનું માર્ગદર્શન કરવા માટે તૈયાર છે.