શોભાયાત્રામાં ૧૦ ફલોટ, ૬૦૦ મોટર સાઇકલ, પ૦ ફોરવ્હીલ સહિત શહીદોનું ફલોટ આકર્ષણનું કેન્દ્ર બનશે: સમાજનાં આગેવાનો અબતકની મુલાકાતે

શિવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે શિવભકતો  દ્વારા શિવરાત્રીની ઉજવણીની તડામાર તૈયારીઓ શરુ થઇ ગઇ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન ભોલેનાથના મંદીરમાં પૂજા, અર્ચના અને મંદીરને શણગારવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ભગવાન ભોલેનાથની શોભાયાત્રાની પણ તૈયારીઓ પૂર્ણતાના આરે છે.

રાજકોટના દશનામ ગોસ્વામી સમાજના આગેવાનોએ શિવ શોભાયાત્રાની માહીતીને લઇ અબતકની મુલાકાત લીધી હિન્દુ સમાજની પરંપરા મુજબ દશનામ ગોસ્વામી સમાજ પ્રેરીત અતિત નવનિર્માણ સેના સૌજનીય દ્વારા આગામી મહાશિવરાત્રીના બપોરે ર કલાક શીવ શોભાયાત્રા આગામી તા૪ માર્ચ મહાશિવરાત્રી તા. ૪-૩ ને સોમવાર સ્થળ મવડી રોડ વિશ્વેશ્વર મહાદેવ મંદીરથી ટ્રસ્ટીઓ સંતો આગેવાનો સમાજના ભાવિકો દ્વારા આ શીવ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવાશે. આ યાત્રામાં શીવજીનો મુખ્ય રથ રહેશે ૧૦ અલગ અલગ ફલોટ,૬૦૦ સ્કુટર, પ૦ ફોર વ્હીલ આ શોભા યાત્રાને શોભાવશે. આ સાથે શહિદોના માનમાં પણ ફલોટનું આયોજન કરવામાં આવ્યું છે.આ શિવ શોભયાત્રાનું કાર્યાલય ગુરુવારે સાંજે ૫.૩૦ કલાકે મવડી રોડ વિશ્ર્વેમહાદેવ મંદીરએ ખુલ્લુ મુકાશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.