- શિવ રથયાત્રા સમિતિ દ્વારા
- ‘અબતક’ સાથેની મુલાકાતમાં આયોજકોએ સમગ્ર માહિતી આપી
દેવા ધી દેવ મહાદેવનો મહાપર્વ એટલે મહાશિવરાત્રીના રોજ આ પાવન પર્વે ને ઉજવવા દશનામ ગોસ્વામી સમાજ, શિવ રથયાત્રા સમિતિ રાજકોટ દ્વારા આયોજીત સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનું સતત 13માં વર્ષે આયોજન થવા જઇ રહ્યું છે.
‘અબતક’ સાથેની મુલાકાતમાં ધર્મેન્દ્રગીરી ચતુરગીરી ગોસ્વામી, ગૌતમગીરી ચમનગીરી ગોસ્વામી, ભાવેશગીરી નટવરગીરી ગોસ્વામી, અજયવન રમેશવન ગોસ્વામી, ભાવીકપુરી રાજેશપુરી ગોસ્વામી, હાર્દિકભાઇ ત્રિભોવનભાઇ જાવીયા, સુરેશગીરી શાંતિગીરી ગોસ્વામી, અમીતગીરી રાજેશપુરી ગોસ્વામી, જેનીસ ભારથી મુકેશભારથી ગોસ્વામી, અંકિતપુરી શંભુપુર અને જીજ્ઞેશગીરી જેન્તીગીરીએ વધુ વિગતો આપી હતી.
આ મહાયાત્રાની રાજકોટ તેમજ રાજકોટની આજુબાજુના તમામ વિસ્તારના ધર્મ પ્રેમી લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આવી વિશાળ લોક ચાહના ધરાવતી શિવજીની યાત્રાને ભવ્ય બનાવવામાઁ શિવ રથયાત્રા સમિતિ કયારેય કચાસ રાખતી નથી. આ વર્ષે યાત્રાના મુખ્ય ધર્મ રથમાં બારમી જયોતિલિંગ એવા દાદા ધુષ્ણેશ્ર્વર બિરાજમાન થશે. દાદાને રીઝવવા વિવિધ ધર્મ સભર કાર્યક્રમો થશે. આ મહાયાત્રામાં રાજસ્થાની લોક નૃત્યકારો, નાસિક ઢોલ મંડળી, રામ દિવાના જાકે ગ્રુપ જયપુર (રાજસ્થાન), થાનની પ્રખ્યાત રાસ મંડળી, અઘોરીના પહેરવેશમાં શિવ ગણો તેમજ દેશ આખા મા વિખ્યાત એવી ગોપાલ ગૌશાળા ખેરડીના કલાકારો મહાદેવને રીઝવવા પોતાની કૃતિઓ રજુ કરશે. હાથી, ઘોડા અને ઉંટની સવારીઓ સાથે ચાલશે. લાઇટીંગવાળી ઇલેકટ્રીક છત્રીઓ સાથે યાત્રામાં અનેરી ઝગમગાટ જોવા મળશે. વિશેષ રુપે તૈયાર કરાયેલ મુખ્ય રથ સાથે દાદાના બાર જયોતિલિંગ ના દર્શનનો લ્હાવો મળશે. હજારોની સંખ્યામાં યુવા બાઇક સવારો અગ્ર હરોળમાં રહેશે. નાના મોટા, સૌ કોઇ દાદાના સાનિઘ્યમાં પગપાળા ચાલતા ધન્યતા નો અનુભવ પ્રાપ્ત કરશે. ઉપરાંત વિવિધ સંસ્થાઓના ધાર્મિક તેમજ સામાજિક ફલોટસ તો ખરા જ તો આવો આવી ભવ્ય દિવ્ય અને અદભુત શિવ રથયાત્રામાં જોડાઇને મહાદેવના ગુણગાન ગાવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવેલ છે.
શિવ શોભાયાત્રાનું કોંગ્રેસ સ્વાગત કરી હારતોરા કરશે
મહાશિવરાત્રીના પાવન પ્રસંગે શ્રી દશનામ ગોસ્વામી સમાજ આયોજિત કમલેશ્વર મહાદેવના મંદિર કોઠારીયા રોડ ખાતેથી પ્રસ્થાન થનારી સનાતન હિન્દુ ધર્મની આ રથયાત્રા અને શોભાયાત્રાનું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શિવ રથયાત્રાના સ્વાગત અને હારતોરા કરશે.સાંજે જાગનાથ મંદિર સામેના ચોક ખાતે, યાજ્ઞિક રોડ, ખાતે અવશ્ય ઉપસ્થિત રહેવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અપીલ કરી છે.