શિવજીને મહા માસની અંધારી ચૌદશ રાત્રિ અતિ પ્રિય છે તેથી તેને મહાશિવરાત્રિ કહેવાય છે
અબતક,રાજકોટ
મહા વદ ચૌદસને દિવસે આવતી મહાશિવરાત્રિ માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે . સૃષ્ટિને શિવત્વનો સંદેશ સંભળાવે છે . મહાશિવરાત્રીએ દ્વાદશ જયોતિર્લિંગની સ્વયંભૂ ઉત્પત્તિ થઇ હતી . વળી , દ્વાપર યુગનો પ્રારંભ પણ આ જ દિવસે થયો હતો તેથી આ દિવસનો ઘણો મહેમા છે .
આ દિવસની એક સુંદર પૌરાણિક કથા તો આપણે જાણીએ જ છીએ . ગરૂયુ્રહ નામે એક પારધિ શિકાર કરી ગુજરાન ચલાવતો . એક વખત તે બીલીના વૃક્ષ પર ચડી મોડી રાત સુધી શિકારની પ્રતિક્ષા કરતો રહ્યો . એ રાત્રિ મહાશિવરાત્રીની હતી . રાત્રી વીતવા લાગી ત્યાંજ એક મૃગલી પાણી પીવા આવી તેને જોઇ પારધિએ તેને હણવા ધનુષ્ય તૈયાર કર્યું , પરંતુ હરણીની આજીજી સાંભળી , તેના વચન પર વિશ્વાસ રાખી પારધિ હરણીને તેનાં બાળકોને મળવા જવાની રજા આપે છે . હરણોની રાહ જોતો શિકારી આખી રાત બીલીના વૃક્ષ પર બેસી રહે છે અને બિલિપત્ર તોડી તોડી નીચે નાખે છે . તે બીલીપત્રો વૃક્ષ નીચેના શિવલિંગ પર પડયા કરે છે.આમ રાતભરનુ જાગરણ અને બિલિપત્રથી શિવલિંગનું અનાયાસે જ પૂજન થઇ જાય છે . પારધિનું ચિત્ત શઘ્ધ થાય છે . ત્યાંજ સવાર પડતા જ હરણીને આખા પરિવાર સાથે આવેલી જોઇ તેનું હ્રદય દ્રવિત થઇ જાય છે . હરણાંઓનું વચન પાલન તેનું હૃદય પરિર્વત કરે છે . અને તેનામાં શિવત્વ પ્રગટ કરે છે .
સરસ્વતી સ્કુલનાં સંચાલકો રી પ્રદિપ્રભાઈ ખીમાણી , શ્રી જગદીશભાઈ ખીમાણી , શ્રી નરેશભાઈ ખીમાણી , શ્રી રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણી જણાવે છે કે આ દિવસે ગિરનાર પર્વતની તળેટીમાં ખૂબ મોટો મેળો ભરાય છે . દેશવિદેશમાંથી માનવ મહેરામણ ઊમટી પડે છે.દિવસો અગાઉથી મેળાની તૈયારી રૂપે રસ્તા ઉપર અનેક વિધ દુકાનો નખાઇ જાય છે . આ મેળામાંથી જ કેટલાય ગરીબોને રોજીરોટી મળી રહે છે . દાતાઓ મેળામાં શ્રદ્ધળુઓની સગવડ માટે પરબ અન્નક્ષેત્ર વગેરે ખુલ્લા મુકાવે છે . સૌ ભેગા મળી શિવપૂજન કરે છે . સંન્યાસીઓના દર્શન કરે છે , દિગમ્બર સંન્યાસીઓ સરઘસ કાઢી છેવટે ભવનાથ મંદિર ખાતે આવેલા મૃગીકુંડમાં સ્નાન કરે છે અને કેટલાક તો કુંડમાં જ અદ્દશ્ય થઇ છે . ભકતો બહુ જ અહોભાવો આ બધું નિહાળે છે અને પોતાને ધન્ય થયેલા માને છે .
સરસ્વતી સ્કુલનાં સંચાલકો પ્રદિપ્રભાઈ ખીમાણી , જગદીશભાઈ ખીમાણી , નરેશભાઈ ખીમાણી , રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ વધુમાં ઉમેરે છે કે , આવી કથાઓના શ્રવણ સાથે ભારતભરમાં મહાશિવરાત્રીના દિવસે બીલીપત્ર ચડાવીને તથા ઉપવાસ કરીને શિવ પૂજન કરવામાં આવે છે . આ દિવસે ઉપવાસ , શિવ પૂજન તથા જાગરણનું વિશેષ મહત્વ છે . શિવ પુરાણમાં આ વ્રતના નિયમો દર્શાવીને ભક્તોની શ્રધ્ધાને દૃઢ કરવામાં આવી છે શિવ એ જ્ઞાનના દેવ છે .
તેમના મસ્તકમાંથી સદાય જ્ઞાનગંગા વહેતી રહે છે.ભગવાન શિવ હિમ આચ્છાદિત દાવલ ગિરિશૃંગ પર બેઠા છે . તેમાં જ્ઞાનની બેઠક વિશુધ્ધ હોવી જોઇએ એવું સૂચન રહેલું છે . વળી , કૈલાસના ઉચ્ચ શિખરે બિરાજતા શિવ એવું પણ સમજાવે છે કે ‘ શિવ ’ એટલ કે ‘ કલ્યાણ’ને પામવા જીવનની ઉચ્ચ ભાવનાઓ સુધી પહોંચવું જોઈએ.