‘એક બિલવમ શિવાપર્ણમ’
શિવનો અર્થ છે મંગળ, શિવનો અર્થ છે કલ્યાણ, શિવજી કલ્યાણકર્તા છે, મંગળકર્તા છે માણસનું કલ્યાણ અને મંગળ કયારે થાય એ વસ્તુની પ્રાપ્તિ થાય કે જીવનમાં કાંઈ સુખદાયક મળે કે સંજોગો સારા આવે એ માત્રથી કલ્યાણ નથી થતું કલ્યાણ અથવા તો મંગળ કયારે થાય જયારે પૂર્ણતા પ્રાપ્ત થાય પરમ આનંદની પ્રાપ્તી થાય અને એ પરમાનંદ તથા પૂર્ણતાએ મનુષ્યનું માત્રનું સ્વરૂપ છે.
શિવજી એ પરમાનંદના જ્ઞાનના દેવતા તે જ્ઞાન થવાથી માણસ જન્મને મરણમાંથી મુકત થાય અને આપનાર છે. શિવજી એટલે એમનું નામ છે મૃત્યુજંય જે મૃત્યુને જીતી ગયા છે. અર્થાત કદી મરે નહીં એવું નહીં પણ જેનો જન્મ પણ ન થાય ન જાય તે નમ્રયતે વા કદાચીત એ આત્માનું જ્ઞાન, બ્રહ્મજ્ઞાન મૂર્તિસ્વરૂપ છે.
પ્રશ્ન:- પ્રસાદમાં ભાંગ શા માટે લેવામાં આવે છે ?
જવાબ:- અમુક એવી વસ્તુઓ કે જે પરંપરામાં ઘુસી હોય છે. જેને કાંઈ શાસ્ત્ર સહમતતા હોતી નથી અને લોકાચાર કરવાનો હોય સૌરાષ્ટ્રમાં માન્યતા છે કે જન્માષ્ટમી હોય એટલે જુગાર રમવાનો ખરેખર પુરાણોમાં એવું લખ્યું નથી. વેદમાં કે ભાગવતમાં ઉલ્ટું મહાભારતની કથાએ શીખડાવે છે કે જુગાર ના રમવો. યુધિષ્ઠીર જેવો સત્યવાનવાદી જાગૃત માણસ ધર્મરાજ જેનું નામ છે. રામ ભગવાન પછી ધર્મનિષ્ઠ માણસ.
જુગાર રમવાથી પોતાનું ભાન ભુલી ચુકયો. સંસ્કૃતમાં કહ્યું છે કે, યત્ર, ગજાહાનં, ગણયંતે તત્ર મસકાનામ કીંમ વાર્તા જયાં હાથીઓના ગણાતા હોય ત્યાં માખીઓ કયાં ગણવાની એમ ભાંગ પીવી એ એક લોકાચાર છે. એમાં કાંઈ શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી કે શિવને ભાંગ ચડાવ્યા પછી જ તમારે પીવી જેમ વર રાજાના બુટ એમની સાળી સંતાડતી. આ કોઈ શાસ્ત્રવિધિ નથી જે એક લોકાચાર છે એવું જ આ ભાંગનું છે.
પ્રશ્ન:- બિલિપત્રોના પ્રકાર કેટલા ?
જવાબ:- બીલીપત્ર ચડાવીને પુજા કરવાથી હું પ્રસન્ન થઈશ એવું ભગવાન એ શિવપુરાણોમાં અનેકવાર કહ્યું છે અને એટલા માટે એમને બીલીપત્ર ચડાવવામાં આવે છે. બીલી પત્ર આખું બિલવાષ્ટન સ્ત્રોત છે. ત્રીદળમ ત્રીગોળાકારમ ત્રી નેત્રમ સે ત્રીયાત્રાયમ, ત્રી જન્મોપાપમ સંસ્કારંમ, એક બિલ્વમ્, શિવારપર્ગમ, ભગવાન ત્રીનેત્ર છે અને ભગવાન ત્રણેય અવસ્થાના. ત્રણેય શરીરના સર્વત્ર આત્માને જ્ઞાન આપનાર છે.
અવસ્થામાં જે દ્વિઘા કરતા જે ખરાબ આત્માના જ્ઞાન આપનાર છે એની પ્રાર્થના હવે બીલી પત્ર ચડાવવામાં આવે છે અને બીલીપત્રએ સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને શિવપુરાણમાં પણ લખ્યું છે એટલે ચડાવે છે. ત્રણ પાંદડાનું હોવું જોઈએ. સામાન્ય રીતે ઘણીવાર ચાર, પાંચ કે સાત પાંદડાનું મળી આવે છે. એને વધારે પવિત્ર માનવામાં આવે છે અને લોકો એટલે ચડાવે છે.
પ્રશ્ન:- શિવરાત્રીના દિવસે ફરાળનું મહત્વ શું ?
જવાબ:- શિવરાત્રીની એક કથા છે. આ મતો પ્રચલીતકથા પારઘીની છે પણ શિવરાત્રીની એક કથા એવી છે પુરાણમાં એકવાર વિષ્ણુ અને બ્રહ્માજીને યુદ્ધ થયું જેમાં શ્રેષ્ઠ કોણ એવું નકકી કરવાની વાત હતી. પહેલા ચર્ચા થઈ ત્યારબાદ યુદ્ધ થયું બંને એક હજાર વર્ષ યુદ્ધ કર્યું. નીવેડો ન આવે એટલે ઈ-બેઈની વચ્ચે એ જયોતીપુંજ પ્રગટ થઈ એટલે એવું નકકી થયું કે આપડા બેથી મહાન કોઈક ત્રીજુ જ છે જે છે કોણ. બંને જાણતા ન હતા એટલે વર્ણન છે ભગવાન. વિષ્ણુનું વરાહરૂપે એમનું મુળ શોધવા ગયા અને બ્રહ્માજી સ્વરૂપે એમનું આદિ ઉપર શોધવા ગયા.
હજારો વર્ષો સુધી શોઘ્યું પણ મળ્યું નહીં. પછી બંને પાછા આવ્યા અને જયારે પાછા આવ્યા ત્યારે વિષ્ણુ ભગવાન એમને પ્રામાણિકપણે સ્વિકાર્યું કે મને મળ્યું નહીં. જયારે બ્રહ્માજી ઉપર જતા હતા ત્યારે કેતકોનું પુષ્પ ઉપરથી પડયું અને પુછયું એને કે તું કયાંથી પડયું તે પુષ્પએ કહ્યું કે હું એક માડામાં હતું અને અટાસીત રૂદ્ર ખરી પડયું. બ્રહ્માજીએ તેમને સમજાવ્યું કે તારે સાક્ષી પુરવાની કે હું તને ઉપરથી લઈ આવ્યો. બંનેએ જુઠુ બોલવાનું નકકી કર્યું.
બ્રહ્માજીએ નકકી કર્યું કે હું બધાથી મોટો અને હું આનું આદી શોધી આવ્યો. હું અંત શોધી આવ્યો અને એ સમયે શિવજી પ્રગટ થયા અને બ્રહ્મવિદ્યા ઓમકારનું ઉપદેશ આપે છે. એ સમય એટલે શિવરાત્રી. એ રાત્રીમાં અંધકારમાં પ્રગટ થયા હતા અને અંધકાર એ અજ્ઞાનનું પ્રતિક છે. અજ્ઞાનમાં ભગવાન પ્રગટ થઈને જ્ઞાનનો ઉપદેશ અને એ ઉપદેશ મેળવવા માટે આપણે મનથી ભગવાનની પાસે રહેવું પડે થોડુ તપ કરવું પડે એનું નામ ઉપવાસ. ઉપવાસ એટલે શિવરાત્રી સિવાય કોઈપણ ઉપવાસનું એક જ તાતપર્ય છે. ઉપ સમીપે વાસનું જેમાં ભગવાનની કૃપા થાય. મન શુદ્ધ થાય.
પ્રશ્ન:- શિવલીંગ ઉપર દુધ અને પાણી ચડાવવાનું મહત્વ શું છે ?
જવાબ:- શાસ્ત્રમાં એવું છે કે અલંકાર પ્રિયો. વિષ્ણુ અભિષેક પ્રિય શિવા ભગવાનને અભિષેક પ્રિય છે અને આમ તો ખાલી દુધ અને પાણી નથી ચડાવાતું પણ જુદા-જુદા ૧૧ દ્રવ્યો ચડાવાય છે. તેલ, દુધ, પાણી, વંચામૃત એવા જુદા-જુદા ૧૧ દ્રવ્યો ચડાવાય છે. જુદા-જુદા દ્રવ્ય ચડાવતા તેમના અલગ-અલગ ફાયદા છે. જયોતીષો જુદા-જુદા પાપના પ્રાયશ્ચિતરૂપે દુધ, પંચામૃતના અભિષેક કરાવે છે. એના કરતા મુખ્ય વસ્તુ એ છે કે શિવજીનો અભિષેક કરી અને શિવ પ્રસન્ન થાય તો આપણા જીવનમાં વૈરાગ્ય આવે.
આપણું મન આ શકિતથી મુકત થાય. આ શકિતનું મુળ મોજ છે જયાં મોજ અને આશકિત ભેગા હોય ત્યાં હંમેશા દુખ હોય શિવ પ્રસન્ન થાય અને વૈરાગ્યને ભાગરૂપે ભગવાન પ્રસન્ન થાય. ભગવાન પાસે ત્રીજી આંખ છે જે જ્ઞાન પ્રાપ્તી શિવજીની કૃપાથી થાય એટલા માટે શિવજી પર અભિષેક કરીને એમની કૃપાની પ્રાર્થના કરીને જ્ઞાન પરંપરા ત્યારથી શરૂ થઈ. સદા શિવ સમારંભમ્ શંકરાચાર્ય મુકતીમમ આદીગુરુ પાસેથી જ્ઞાન લઈને ગુરુકૃપાની યાછના, જ્ઞાનની યાચના સમાયેલું છે. જેના લીધે આવી બધી મુશ્કેલીઓના નિવારણ માટે જો અભિષેક કરવામાં આવે તો મુશ્કેલીઓ દુર થાય.
પ્રશ્ન:- શિવ અને જીવનો સંબંધ શું છે ?
જવાબ:- શિવ અને જીવનો સંબંધ કશો જ નથી. કારણકે બંને એક જ છે. આ એના જેવું છે કે તમારા ડાબા હાથનો અને મારા જમણા હાથનો શું સંબંધ છે. જે કાંઈ જ નથી. આ બંનેનું એક જ તત્વ છે. સતા સ્ફુર્તિ પ્રદાતા જે મારા આ હાથમાં ચેતન આપે છે જેને લીધે મારો હાથ છે તેમજ શિવનું પણ સતા સ્ફુર્તિ આપ તું તત્વ સચિદાનંદ છે. જીવ અને શિવ અભિવ્યકિતથી જુદા છે. તત્વની દ્રષ્ટિએ બંને એક છે.
પ્રશ્ન:- શિવલીંગ, થાળું અને કાચરો અને પોઠીયાનું શું રહસ્ય છે ?
જવાબ:- થાળા તે કહેવાય છે પીઠીકા. પીઠીકા એ પાર્વતીજીનું પ્રતિક છે અને શિવલીંગ અને પીઠીકા અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે. ઈશ્વર અને માયા એ બંનેના પ્રતિકરૂપે પીઠીકા છે. કુર્મ એ કાચબાની એક વિલક્ષગતા છે કે પોતાના અંગોને સાહજીક રીતે ખેંચી લે છે. જરાક કાંઈ ભય આવે તો અંગોને ઢાંકીને ઢાલ તરીકે લઈ શકે છે. એમ ઈન્દ્રીય નિગ્રાહ એ કુર્મ છે. એમ ભગવાન શિવ એ સર્વત્ર નિગ્રાહના પ્રતિક છે અને નંદી એ ભગવાનનું વાહન છે.
નંદી એટલે પશુ ભગવાન એના પર બિરાજમાન છે એટલે તે પશુ-પક્ષી છે. જે હંમેશા શિવજીની સામે રહેતો હોય. શાસ્ત્રમાં નંદી અને શિવની વચ્ચે ન આવી શકાય. એ નીરંતર શીવનું ધ્યાન કરે છે. નંદીએ જીવનું પ્રતિક છે અને જીવના પતિએ અધિપતિ શીવ છે એટલા માટે નંદીની પણ પુજા થાય છે. એક ભકતના પ્રતિકરૂપે.