વૈશ્વિકમંચ પર ભારતની વિકાસ યાત્રાને ચાર ચાંદ લગાવનારા કેટલીક પરિયોજનાઓમાં મહત્વની ગણાતી બુલેટ ટ્રેન પરિયોજનામાં શિવસેનાએ હવનમાં હાંડકા નાખવાનું શરૂ કર્યું હોય તેમ શિવસેનાના તાબામાં આવેલી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને બુલેટ ટ્રેન માટે જગ્યા ફાળવવાની દરખાસ્ત ફગાવી દેતા બુલેટ ટ્રેનની પરિયોજના આડે સ્પીડ બ્રેકર આવી ગયું છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્નીલ પ્રોજેકટ ગણવામાં આવે છે. શિવસેનાની થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને જિલ્લામાં બુલેટ ટ્રેન પરિયોજનામાં જમીન સંપાદન કરવાની દરખાસ્ત ફગાવી દીધી છે. સેનાની મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે જમીન સંપાદન મુદ્દે મડાગાંઠ ઉભી થઈ છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટના ૩૮૦૦ સ્કવેર મીટર જમીન સીલદેઘર વચ્ચે માંગણી કરી હતી જેને બુધવારે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને ફગાવી હતી.
બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદનની આ દરખાસ્ત થાણે કોર્પોરેશનની સામાન્ય સભામાં પાંચમી વાર બુધવારે રજૂ થઈ હતી. જેનો સામાન્ય સભાએ ઈન્કાર કર્યો હતો. જો કે, ભાજપે આ અંગે હજુ કોઈ પ્રતિભાવ આપ્યા નથી. પરંતુ પાછળથી પક્ષના નેતા સંજય વાઘલેએ થાણે કોર્પોરેશનનો આ નિર્ણય વખોળ્યો હતો. સામાન્ય સભાએ જમીન સંપાદનની દરખાસ્તનો અસ્વીકાર કર્યો હતો.
મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મેટ્રોથી ક્ધઝુમાર્ગ રૂટ ઉપરનું મોટરનું કારખાનું ફેરવવા નિર્ણય કર્યો હતો પરંતુ કેન્દ્ર સરકારે આ આખો મામલો હાઈકોર્ટમાં લઈ ગયા હતા અને આ જમીન ક્ષાર નિવારણ ખાતાની હોવાનું જણાવ્યું હતું. હાઈકોર્ટે તત્કાલીન ધોરણે જમીન સંપાદનના કાર્ય પર રોક લગાવી હતી. ભાજપ શાસીત સરકારે ત્યારબાદ અરે કોલોની માટે કાર શેડની જગ્યા પસંદ કરી હતી. આ મુદ્દો પર્યાવરણવાદીઓએ વિરોધનું કારણ ગણાવ્યું હતું. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં શિવસેનાએ હવનમાં હાંડકાની જેમ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને જમીન સંપાદનની દરખાસ્ત રદ્દ કરતા બુલેટ ટ્રેન પ્રોજેકટ હાલ અનિશ્ર્ચિત મુદત સુધી ઘોંચમાં પડી ગયો છે.