એર ઇન્ડિયાના કર્મચારીને ચંપલથી મારનાર શિવસેના સાસંદ રવીન્દ્ર ગાયકવાડ હવે વિમાન યાત્રા કરી શકશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયાએ એમની પુના પાછા જવા માટેની ટિકીટ રદ કરી દીધી છે. તો બીજી બાજી ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA)એ ગાયકવાડના વિમાન યાત્રા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

FIAમાં જેટ એરવેઝ, ઇન્ડીગો, સ્પાઇસજેટ અને ગોએર વિમાન કંપની સભ્યો છે. FIAથી જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સંઘએ આ ઘટના પર કડક વલણ અપનાવીને ગાયકવાડના વિમાનમાં સફર કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સૂત્રએ જણાવ્યું કે FIAની સભ્ય કંપનીઓ પોતાના વિમાન પર ગાયકવાડને મુસાફરી કરવા દેશે નહીં.

જો કે આ બધાથી લાપરવાહ ગાયકવાડ વિમાનયાત્રા પર અડેલા છે. ગાયકવાડને પોતાની હરકત પર જરા પણ પસ્તાવો નથી અને એમણે એક બાજુ એર ઇન્ડિયાને ચેતાવણી આપતાં કહ્યું કે સાંજે ફરી આ જ વિમાનમાં પાછા જશે, કોઇ એમને અટકાવીને તો દેખાડે.

આ સાથે ગાયકવાડ પર કાનૂની કાર્યવાહીની તલવાર પણ લટકેલી છે. એર ઇન્ડિયા તરફથી શિવસેના સાસંદ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ ઘટના બાદ એર ઇન્ડિયા એક નો ફ્લાયર લિસ્ટ પણ બનાવવાની તૈયારીમાં છે. આ લિસ્ટમાં ગાયકવાડનું પણ નામ છે અને કંપની આ ઉપર સીએમડી સાથે ચર્ચા કરી રહી છે, જેને જલ્દી લાગૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રની ઉસ્માનાબાદ સીટથી સાંસદ ગાયકવાડએ ગુરુવારે સીટને લઇને થયેલા ઝઘડા બાદ એર ઇન્ડિયા ના કર્મચારીની ચંપલથી પીટાઇ કરી હતી અને કહ્યું હતું કે આ ઘટનાને લઇને એને જરા પણ અફશોસ નથી, અને એ કર્મચારી સાથે કોઇ પણ સંજોગે માફી માંગશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.