સંજય રાઉતની 31 જુલાઈએ પાત્રા ચાલ જમીન કૌભાંડમાં થઈ હતી ધરપકડ એડિશનલ સોલિસિટર જનરલે જામીનને પડકાર્યા, આ મામલે બપોરબાદ સુનાવણી
શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને મોટી રાહત મળી છે. પીએમએલએ કોર્ટે તેમને જામીન આપ્યા છે. સંજય રાઉતની સાથે કોર્ટે પ્રવીણ રાઉતને પણ જામીન આપી દીધા છે. સંજય રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 31 જુલાઈએ પાત્રા ચાલ જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, એડિશનલ સોલિસિટર જનરલે જામીનને પડકાર્યો છે. આ મામલે હવે બપોર બાદ સુનાવણી થશે.
પાત્રા ચાવલ જમીન કૌભાંડ રૂ. 1,039 કરોડનું છે. આ કૌભાંડમાં ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. આ પછી ઇડીએ સંજય રાઉતના ઘરની તપાસમાં 11.5 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા હતા. આ કેસમાં, એપ્રિલમાં, ઇડીએ રાઉતની પત્ની વર્ષા રાઉત અને તેમના નજીકના સહયોગીઓની 11.15 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી.
ઇડીએ થોડા સમય પહેલા આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી. ઇડીના જણાવ્યા અનુસાર, શિવસેનાના સાંસદ સંજય રાઉત પ્રવીણ રાઉત મારફત પાત્રા ચાલ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સીધા સામેલ હતા. ઇડીએ દાવો કર્યો હતો કે 2006-07 દરમિયાન, સંજય રાઉતે તત્કાલિન કેન્દ્રીય કૃષિની અધ્યક્ષતામાં પાત્રા ચાલના પુન:વિકાસને લઈને પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ અને અન્યો સાથે ઘણી બેઠકો કરી હતી.
ઇડીના જણાવ્યા અનુસાર, કેસના આરોપી રાકેશ વાધવાનને મેસર્સ ગુરુઆશિષ ક્ધસ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પાત્રા ચાલ પ્રોજેક્ટના પુન:વિકાસ માટે લાવવામાં આવ્યો હતો. સંજય રાઉતે નિયંત્રણ લેવા માટે ગુરુ આશિષ ક્ધસ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટર તરીકે પ્રવીણ રાઉતને તેના પ્રોક્સી અને વિશ્વાસુ તરીકે ભરતી કર્યા.