શહેરમાં ટ્રાફિક નિયમન કરવાના બદલે જોહુકમી વલણના વધતા બનાવો, મહિલાની કાર ટોઇંગ કરવાની ઘટનાથી પ્રજાજનોમાં રોષ
રાજકોટના ટ્રાફિક સમસ્યા અને વોર્ડન બોયની અવળ ચંડાઇના બનાવોથી જનતા ત્રાહીમામ પોકારી ગઇ છે.પ્રજા માટે ભારરૂપ બની રહેતા ટ્રાફિક વોર્ડનની ફરીયાદો સામે શિવસેનાએ ઉગ્ર વિરોધ નોંધાવી પ્રજા સાથે ગેરવર્તન કરનાર સામે આકરી કાર્યવાહી ની માંગ કરી છે.
શિવસેનાના જીલ્લા પ્રમુખ જયપાલસિંહ જાડેજા અને શહેર પ્રમુખ ચંદુભાઇ પાટડીયાનીએ ફરીયાદ ઉઠાવી છે કે જનતાને તેના હક માટેના પૂરતા પ્રમાણમાં ચોખ્ખા, ખાડારહિત, ઢોર લારી અને ગેરરીતી પાકિંગ કરેલા વાહનોથી મુકત રસ્તા મળવા જોઇએ. આ બધી સુવિધાઓ આપવાના બદલે પ્રશાસન અને તંત્ર જનતાને યેનકેન પ્રકારે અનેક વિધ સમસ્યાઓમાં પીસી રહ્યું છે.
શહેરના રોજબરોજ ટ્રાફીક વોર્ડન ટ્રાફિક નિયમન કરવાના બદલે બેઠા રહે છે, મોબાઇલમાં વ્યસ્ત હોય છે. પોતાના સહ કર્મચારીઓ સાથે ઠઠા મશ્કરીઓ કરતા હોય છે કોઇ ઢંગના ડ્રેસ અને આઇ કાર્ડ વગર સામાન્ય નાગરીકોને ભાજી મુળાની જેમ વ્યવહાર કરી રહ્યાં છે.
ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચેકીંગ દરમિયાન મહિલાએ અધિકારી પાસે આઇ-કાર્ડ માંગતા વાહન ટોઇંગ કરીને પોતાની સત્તાનો દુરઉપયોગ કરી હાજર દંડ વસુલવાને બદલે ખાનગી પેઢી જેવો વ્યવહાર કરી મહિલાઓના આત્મ સન્માનને ઠેસ પહોચાડી છે.
આ વોર્ડન બોય પોતે જ ફાઇનલ ઓથોરીટી હોય તેમ નંબર પ્લોટ વગરની વાહન, ત્રિપલ સવારી, લોકો સાથે તુકારો, ગાળો આપવી તેમજ પોતે ચોકકસ જ્ઞાતિના છે તેમ કરીનાગરીક જાણે ત્રાસવાદી હોય તેવું વર્તન કરી રહ્યાં છે.જયપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જનતાને આવી જ રીતે પરેશાનમુકત નહી કરાઇ તો જનતાને મળવા પાત્રાના અધિકારીઓ માટે જન આંદોલનના મંડાણ કરાશે.
શિવસેના રાજકોટ એકમ દ્વારા મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી, કલેકટર, પોલીસ કમિશ્નર, ટ્રાફિક એસીબી સહીતના અધિકારીઓને આવેદન પત્ર આપીને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાય છે.