પીટીસી ગ્રાઉન્ડ ખાતેથી ગઈકાલે ગુમ થયેલ ૩ વર્ષની માસુમ બાળકીની હત્યા કરાયેલી લાશ મળતા શહેરભરમાં ચકચાર મચી છે. આ ઘટનાને શહેરભરમાં વખોડવામાં આવી રહી છે. ત્યારે શિવસેના દ્વારા જિલ્લા કલેકટર અને કમિશ્નરને આવેદન અપાયું હતુ તેમજ કોંગ્રેસે જયુબેલી બાગ ખાતે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે વિરોધ દર્શાવતો કાર્યક્રમ યોજાયો હતો.
છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિથિતિ કથળી ગઈ છે. ગઈકાલે પીટીસી ગ્રાઉન્ડ ખાતે ૩ વર્ષની ફૂલજેવી બાળકીનો હત્યા થઈ હતી કયાં કારણોસર અને કોણે કરી એ પછીનો પ્રશ્ર્ન છે. લોકોને સલામત કહેવાતા રાજકોટમાં યુપી, બિહાર જેવી પરિસ્થિતિનો અહેસાસ થાય છે. આ એજ રાજકોટ છે. જયાં મોડીરાત સુધી સલામત પણે ફરનારીમાં દિકરીઓ હવે સલામત નથી શહેરમાં લુખ્ખાઓ ગમે ત્યાં ડીંગલ કરે નિદોર્ષ જનતાના વાહનો સળગાવી દે મોંઘીકારોનાં કાચ ફોડી નાખે, વ્યાજખોરો બેફામ બનીને લોકોના જાનમાલ સાથે ચેડા કરે રોમીયો એકેય કોલેજનાં દરવાજા છોડતા નથી.
આવી અનેક અને વારંવાર થતી ઘટનાઓથી શહેરીજનો અસલામતીની લાગણી અનુભવે છે. સલામત રાજકોટ અને વિકસીત ગુજરાતમાં જનતાને અસલામત રાજકોટ અને પિડિત જનતાનો તાલ સર્જયો છે.શિવસેનાના ગુજરાત ફોર કમીટીના સદસ્ય જીમ્મીભાઈ અડવાણીએ જણાવ્યું હતુ કે વણસેલી પરિસ્થિતિને તાત્કાલીક કાબુમાં લઈ પોલીસે આવા તત્વોને પાઠ ભણાવાની કામગીરી સતત ચાલુ રાખીને જનતાને સતવારે સલામતીનો અહેસાસ કરાવવાની કામગીરી કરવી જોઈએ.