૯ દિવસ સુધી બાબા મહાકાલને હલ્દી, ચંદન, કેસર નું ઉબટન લગાવી વરરાજાની જેમ દરરોજ અવનવા શ્રૃંગાર કરવામાં આવશે: શિવરાત્રીના દિવસે વિશેષ શ્રૃંગાર દર્શનનો લાભ લેવા ભાવિકો ઉમટશે
‘કાલો કે કાલ મહાકાલ’
મહાકાલેશ્વર જયોતિલીંગ મંદીરમાં મહાશિવરાત્રી પહેલા શિવ નગરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. શિવ નવરાત્રી ના પર્વની ખુબ જ ઉત્સાહથી ઉજવણી થાય છે. જે અંતર્ગત પ્રતિદિન બાબા મહાકાલનો આકર્ષણ શણગાર કરવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન મહાકાલના દરબારમાં દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીના વિવાહોત્સવનો ઉલ્લાસ રહે છે.
શૈવ મતાનુસાર મહાશિવરાત્રીના નવ દિવસ પહેલા ફાલ્ગુન પક્ષ પાંચમ ર૪ ફેબ્રુઆરથી ફાગણ કૃષ્ણ પક્ષ ચતુદર્શી ૪ માર્ચ મહાશિવરાત્રીસુધી શિવ નવરાત્રી કે મહાકાલ નવરાત્રિના નવ દિવસના ઉત્સવ અંગે જણાવાયું છે.જે પ્રકારે શકિતની આરાધના માટે દેવી નવરાત્રી હોય છે તેવી રીતે ભગવાન શિવની સાધના માટે શિવ નવરાત્રનું વિધાન છે.
ઉજજૈન શકિતપીઠ અને શકિતતીર્થ છે અહી મહાકાલની સાથે દેવી હરસિઘ્ધિ બિરાજે છે. શિવ પાર્વતી સંબંધના કારણે શકિતની જેમ શિવની નવરાત્રીના ઉત્સવની પરંપરા છે. અહી નવ દિવસ સુધી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મહાકાલેશ્વર મંદીરમાં મહાકાલ નવરાત્રિ દરમિયાન લધુરુદ્ર, અતિરુદ્ર, રુદ્રાભિષેક, શિવાચલ હરિકીર્તનનું આયોજન કરવામાં આવે છે.મહત્વનું છે કે શિવ નવરાત્રી દેશના પ્રસિઘ્ધ ૧ર જયોતિલીંગ ઉપરાંત ઘણા શિવાલયોમાં વિશેષ રુપે મનાવવામાં આવે છે.
શિવ નવરાત્રી અતંગત ભસ્મારતી બાદ વહેલી સવારે શ્રી મહાકાલેશ્ર્વર મંદીરના નૈવેદ્ય કક્ષમાં ભગવાન ચંદ્રમૌલેશ્વરનું પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ કોટિતીર્થ કુંડની નજીક કોટેશ્વર મહાદેવનો અભિષેક તેમજ પુજન કરવામાં આવે છે. ત્યારબાદ ૧૧ પંડીતો દ્વારા અકાદશની લધુરુદ્ર પાઠ, ગર્ભગૃહમાં મહાકાલનો પંચામૃત અભિષેક, પૂજન કરી કેસર યુકત ચંદનનો લેપ લગાવી મહાદેવને વરરાજાની જેમ શણગાર કરવામાં આવશે.
આ નવ દિવસ દરમિયાન ઉજજૈનમાં મહાકાલના દરબારમાં દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીના વિવાહોત્સવનો ઉલ્લાસ રહે છે. ભસ્મ લગાવીને બાળા મહાકાલ વરરાજા બને છે તેમને હલ્દી અને ચંદનનો લેપ લગાવી ઉબટન ફરી નીત નવો મનમોહક શુંગાર કરવામાં આવે છે.એક માન્યતા પ્રમાણે ભગવાન વિશનું પુજનમાં હલ્દીથી લગાવતી પરંતુ આ નવ દિવસ દરમિયાન બાબા મહાકાલને દરરોજ હલ્દી, કેશર, ચંદરનું ઉબટન, સુંગધિત અત્તર, ઔષધિ, ફળોનો રસ વગેરેની સ્નાન કરાવવામાં આવે છે.
શિવ નવરાત્રિ મહોત્સવના પ્રથમ વિગત અર્થાત ર૪ ફેબ્રુઆરી એ ભસ્મ લગાવી બાળા મહાકાલ ને વરરાજા બનાવી ઉજજૈન માં મહાકાલ મંદીરમાં શિવનવરાત્રી મહોત્સવની શરુઆત થઇ હતી.નવ દિવસ સુધી કેસર- હલ્દીથી ભગવાન મહાકાલેશ્વરનો શૃંગાર કરવામાં આવશે. નવ દિવસ સુધી મહાકાલ ભકતોન અલગ અલગ રુપે દર્શન આપશે.
આશિવ નવરાત્રીમાં ર૪ ફેબ્રુઆરી ભગવાન મહાકાલેશ્ર્વરે શાલ, દુપટ્ટો તથા જલાધારી,ને ભેખ ધારણ કરાવવો રપ પંચમુખી શેષનાગ શૃંગાર દર્શન ૨૬ ઘટાટોપ શૃંગાર દર્શન ર૭ ફેેબ્રુઆરી છબીના શુંગાર દર્શન, ૨૮ હોલ્કર મુખ શુંગાર દર્શન, ૧ માર્ચ મનમહેશ સ્વરુપ શુંગાર દર્શન,ર માર્ચ ઉમા મહેશ સ્વરુપ શુંગાર દર્શન, ૩ માર્ચ શિવતાંડવ સ્વરુપ શુંગાર દર્શન, ૪ માર્ચ મહાશિવરાત્રી શુંગાર દર્શન અને પ માર્ચ સપ્તધાન તેમજ સેહરા શુંગાર દર્શન નો લાભ ભાવિક ભકતોને મળશે.
મહાકાલેશ્વરને દરરોજ કટરા, મેખલા, દુપટ્ટા, મુકુટ, મુંડમાલ, છત્ર વગેરે વસ્ત્ર તેમજ આભૂષ હેરાવાશે. અવંતિકાનાથના દિવ્ય સ્વરુપના દર્શન માટે મોટી સંખ્યામાં ભકત ઉમટી પડે છે. વિશ વિવાહોત્સવ માટે મંદીરને વસ્ત્રો, ફૂલો અને રોશની થી સજાવવામાં આવે છે. મહાશિવરાત્રીનં પર્વ આમ તો દરેક જયોતિલીંગ અને શિવાલયમાં ઉજવાય છે. પરંતુ ઉજજૈન ના મહાકાલેશ્વર મંદીરમાં મહાશિવરાત્રી પર્વ ખાસ હોય છે.