અબતક,રાજકોટ
શિવ ઓર્થોપેડિક મલ્ટીસ્પેશીયાલીટી અને ટ્રોમા સેન્ટર ને તારીખ 1 જાન્યુઆરી 2022 ના રોજ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરેલ છે . આ અવસર નિમિત્તે પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણી એ તેમનો અમૂલ્ય સમય ફાળવી પ્રસંગમાં હાજરી આપી શોભામાં અભિવૃદ્ધિ કરેલ.
આખો મહિનો જોઈન્ટ રીપ્લેસમેન્ટ, આર્થરોસ્કોપી, સ્પાઈન સર્જરી, મગજના રોગ, પેટ-આંતરડાના રોગોના ટોકનદરે કેમ્પનું આયોજન: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રકતદાન કેમ્પ સંપન્ન
પહેલી વર્ષગાંઠ નિમિત્તે હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં 125 યુનિટથી વધારે સ્ટાફ તથા સ્નેહીજનો દ્વારા બ્લડ ડોનેશન માટે હાજરી આપેલ. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી થઈ હતી . હોસ્પિટલના સાત ડિરેક્ટર ડો . શ્યામ ગોહિલ , ડો . કે . પી . તરાવિયા , ડો . સી.પી. રબારા , ડો . હિરેન કોઠારી , ડો . ભાવેશ સચદે , ડો . રાજેશ જાની અને ડો.અમિષ સંઘવી ની હાજરી સાથે હોસ્પિટલ શરૂ કરવાનો વિચાર અને હેતુની વાત કરતા ડો ભાવેશ સચદેએ જણાવ્યું કે રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને સારવાર માટે બહાર ક્યાંય જવું ન પડે અને એક જ જગ્યાએ તમામ ઓર્થોપેડિક સારવાર મળી શકે તે માટે આ હોસ્પિટલનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો.
હોસ્પિટલે શ્રેષ્ઠ સારવારની સેવા પ્રદાન કરી માત્ર એક જ વર્ષમાં એનએબીએચ સર્ટીફીકેટ મેળવ્યું, હવે હોસ્પિટલને મેડીકલ ઈન્સ્ટીટયુટ બનાવવાનું સ્વપ્ન: ડો. ભાવેશ સચદે
આ દરમિયાન શાબ્દિક સ્વાગત માં ડો.હિરેન કોઠારી દ્વારા માહિતી આપવામાં આવેલ કે ફાયર ની સંપૂર્ણ સેક્સી માટેની વ્યવસ્થા સાથે શરૂ કરવામાં આવેલ આમ હોસ્પિટલમાં ગુજરાત સરકારના સોલાર પ્રોજેક્ટ ને લઇ સોલાર પેનલ લગાડવામાં આવેલ છે . તદુપરાંત તાજેતરના ઈંઈઞ માં આગના બનાવ ને ધ્યાનમાં લઈને પૂરતા મશીન અને જગ્યાની મોકળાશ સાથે આઈસીયુ બનાવવામાં આવેલ છે અને કાયર ની તમામ તથા શક્ય એટલી વધુ સાવચેતી ના પગલાં લેવામાં આવેલ છે.
ગત વર્ષ દરમિયાન હોસ્પિટલમાં ત્રણ મહિના સુધી કોરોના વોર્ડ સાથે ઓર્થોપેડિક સારવાર 24 કલાક ઉપલબ્ધ હતી . સ્પાઇન સર્જન ડો અમિષ સંઘવી સાથે પૂર્ણ ટીમ આર્થરોસ્કોપી સર્જન ડો.કૌશલ પટેલ, ન્યુરો સર્જન ડો.નિધિકુમાર પટેલ , ફિઝિશિયન ડો . ઉમેશ વાઘેલા અને જુનિયર ઓર્થોપેડીક સર્જન ડો.નીલ ગોહિલ સંપૂર્ણ પણે કાર્યરત હોય છે.
આજ મહિનામાં શિવ હોસ્પિટલ ના બેનર હેઠળ બ્લડોનેશન કેમ્પ વૃક્ષારોપણ , ગૌશાળાની મુલાકાત તથા આર્થિક યોગદાન નું આયોજન કરવામાં આવેલ છે . તદુપરાંત સમગ્ર મહિના દરમિયાન જોઇન્ટ રિપ્લેસમેન્ટ , આર્થરોસ્કોપી સ્પાઇન સર્જરી , મગજ ના રોગો ની સારવાર , કોવિડ બાદ ની કાયમી તકલીફ તથા પેટ અને આંતરડા ને લગતી બિમારી માટેના નિશુ:લ્ક ( ફક્ત ટોકન રજિસ્ટ્રેશન જરૂરી છે ) કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે .
જરૂરી માહિતી માટે હોસ્પિટલ ના નંબર 96 38901000 પર
તપાસ કરવા સેન્ટર હેડ સતિષકુમાર એ અપીલ કરેલ છે .
દરમિયાન દર્દીને કે તેમના સગા ને કોઈ તકલીફ ન પડે અને દરેક દર્દીને શાંતિ મળે તે માટેના પ્રયાસો માટે દરેક ડોક્ટરનું અભિવાદન કર્યું હતું . વિજયભાઇએ આઇસીયુ વોર્ડમાં દર્દીઓને મળી તેમના ખબર અંતર પૂછ્યા હતા અને બધા દર્દી સ્વસ્થ છે તેની ખાતરી કરી હતી તેમજ દર્દીઓની દરેક સુવિધા વ્યવસ્થાનું પૂરતું ધ્યાન અપાય છે તેવી જાણકારી મળતા વિજયભાઇ ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો વિજયભાઇએ જનરલ બોર્ડ સેમી સ્પેશ્યલ વર્ડ અને સ્પેશ્યલ વોર્ડ ના દરેક પેશન્ટ ને મળવા ગયેલ અને તેઓ સ્વસ્થ છે તેની ખાતરી કરેલ શિવ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સારવારની સાથે સાથે ફ઼િઝિશિયન અને ઇન્ટેન્સિવ , લેપ્રોસ્કોપિક સર્જન , આર્થરોસ્કોપીસર્જન હેન્ડ સર્જરી , પીડીયાટ્રીક ઓર્થોપેડિક સર્જન , ઓર્થોપેડિક ઓન્કો સર્જન , ન્યુરોસર્જન , જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન , સ્પોર્ટ્સ ઇન્જરી સર્જન , સ્પાઇન સર્જન પણ ઉપલબ્ધ છે. વધુમાં હવે આગામી સમયમાં શિવ હોસ્પિટલને મેડીકલ ઈન્સ્ટીટયુટ બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. શિવ હોસ્પિટલે તાજેતરમાં જ એનએબીએચ સર્ટીફીકેટ મેળવ્યું છે.