ઉપપ્રમુખ પદે ધવલભાઈ માકઅડિયાની વરણી: ભાજપમાં જશ્ર્નનો માહોલ
ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાતા પ્રમુખ પદે ચંદ્રવાડિયા અને ઉપપ્રમુખ પદે માકડિયાની વરણી કરવામાં આવી હતી. જયારે પ્રમુખ પદ માટે છેવટ સુધી લડત કરનાર સોજીત્રાને કારોબારીના ચેરમેન બનાવાની શરતે મનાવી લેવામાં આવ્યા હતા.
ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ૩૬ બેઠકોમાંથી ૨૮ બેઠકો ભાજપને મળતા પ્રમુખપદ માટે ભાજપમાંથી પૂર્વ નગરપતિ રાણીબેન ચંદ્રવાડિયા અને જયશ્રીબેન સોજીત્રા માટે સ્પર્ધા ચાલી હતી. ગઈકાલે પ્રદેશ ભાજપના આદેશની પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, જિલ્લા મહામંત્રી ભાનુભાઈ મેહતા તા જિલ્લા કિશાન મોરચાના મહામંત્રી હરસુખ સોજીત્રા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે મેન્ટેડનું કવર લઈ આવતા તે નગરપાલિકાના સભાખંડમાં બોલવામાં આવતા તેમાં પ્રમુખ પદ માટે રાણીબેન ચંદ્રવાડિયાના નામની દરખાસ્ત જયશ્રીબેન સોજીત્રાએ મુકતા તેને ક્રિષ્નાબેન લાડાણીએ ટેકો આપેલ હતો. જયારે કોંગ્રેસમાંથી જયોત્સનાબેન કનેરીયાએ પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી હતી.
નગરપાલિકાના સભા ખંડમાં ચૂંટણી અધિકારી જોષી તેમજ નાયબ ચૂંટણી અધિકારી ભડાણી હાજરીમાં ચૂંટાયેલા તમામ ૩૬ સભ્યો હાજર રહેલા હતા. ચૂંટણી અધિકારી જોષીએ પ્રમુખ પદ માટે હા અધ્ધર કરાવીને મતદાન કરતા રાણીબેન ચંદ્રવાડિયાને ૩૬ માંથી ૨૮ મત મળેલ હતા. જયારે કોંગ્રેસના જયોસ્નાબેન કનેરિયાને ૭ મત મળતા ભાજપના રાણીબેન ચંદ્રવાડિયાને વિજય જાહેર કરાયા હતા. ત્યારબાદ ઉપપ્રમુખ પદ માટે ધવલભાઈ માકડિયાના નામના દરખાસ્ત નગરપાલિકાના સિનિયર સભ્ય રણુભા જાડેજાએ મુકતા તેને ગોવિંદભાઈ બારૈયાએ ટેકો આપતા ધવલ માકડિયાએ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જયારે કોંગ્રેસ પક્ષમાંથી વોર્ડ નં.નવમાંથી સૌથી નાની વયે ચૂંટાયેલા રિયાઝ હિંગોરાએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં મતદાન તા ભાજપના ધવલ માકડિયાને ૨૮ મત મળ્યા હતા ને કોંગ્રેસના રિયાઝ હિંગોરાને સાત મળતા ધવલ માકડિયા ઉપપ્રમુખ પદે વિજય બનાવ્યા હતા. છેલ્લે સુધી પ્રમુખપદ માટે લડત કરનાર જયશ્રી સોજીત્રાને કારોબારીના ચેરમેન બનાવાનું નકકી કરી મનાવી લેવાયા હતા.
ચૂંટાયેલા નવા પ્રમુખ-ઉપપ્રમુખને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, શહેર ભાજપના પ્રમુખ માધવજીભાઈ પટેલ, કિશાન મોરચાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા, આર.ડી.સી.ના ડિરેકટર હરિભાઈ ઠુમર, તાલુકા સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા, નગર પ્રામિક શિક્ષણ સંઘના પ્રમુખ ભાવેશભાઈ સુવા, આર.પી.પટેલ, કિરીટભાઈ પાદરીયા, જયેશભાઈ ત્રિવેદી, મુસ્લીમ અગ્રણી ગુલામભાઈ ભાઠારા, સબીર બાપુ, સાજીદભાઈ લિંગડીયા, બસીરભાઈ મજોઠી સહિત ભાજપના આગેવાનો ચૂંટાયેલા સુધરાઈ સભ્યો સહિત હાજર રહી ફૂલહાર કરી શુભેચ્છા પાઠવી હતી.
રાણીબેન ચંદ્રવાડિયા ત્રીજી વખત પ્રમુખ બનતા રેકર્ડ ગઈકાલે નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં વિજેતા બનેલા રાણીબેન ચંદ્રવાડિયા અગાઉ બે વખત ઉપપ્રમુખ રહી ચૂકયા છે. ગઈકાલે પ્રમુખ બનતા નગરપાલિકાના ૬૮ વર્ષના શાસનમાં કોઈ મહિલા ત્રીજી વખત પ્રમુખ બનેલ હોવાનો ઈતિહાસ રાણીબેન દાનાભાઈ ચંદ્રવાડિયાના નામે ગઈકાલે નોંધાયો હતો.