મંદિરમાં દર અઠવાડીયે અંદાજે આવતા 14 લાખ રૂા.ના ચલણી સિકકાને રાખવાની બેંકોને સમસ્યા હોય, બેંકો પણ સિકકા લેવાનો ઈન્કાર કરતી હોય મંદિર ટ્રસ્ટને ઉભી થઈ રહેલી સમસ્યા

દેશના ધનિક મંદિરોમાં જેની ગણના થાય છે તેવા સીરડીના સાંઈબાબા મંદિરમાં ભાવિકો દ્વારા થઈ રહેલા ‘સિકકા’ના દાનના વરસાદથી મંદિર સંચાલક મંડળની મુશ્કેલી વધી રહી છે. સામાન્ય રીતે મંદિરોમાં ભાવિકો દાન કરે તો મંદિરની આવક વધવાથી તેનું સંચાલક મંડળ આનંદ અનુભવતું હોય છે. પરંતુ તેનાથી ઉલ્ટુ શીરડી મંદિર સીકકાની આવક વધવાની સંચાલક મંડળ આનંદના બદલે મુશ્કેલી અનુભવી રહ્યું છે. હાલમાં સાંઈબાબા મંદિરમાં દર અઠવાડીયે અંદાજે 14 લાખ રૂા.ના સિકકાનું દાન ભાવિકો દ્વારા કરવામાં આવે છે આ મોટી સંખ્યામાં આવેલા સિકકાનું કયાં સંગ્રહવા તે ટ્રસ્ટ માટે માથાના દુ:ખાવા સમાન સમસ્યા બની છે.

શીરડીમાં આવેલા સાંઈબાબાના પ્રખ્યાત મંદિરે દુનિયાભરમાંથી ભવિકો દર્શનાર્થે આવે છે જેનાથી મંદિરમાં કાયમ માટે ભાવિકોની ભારે ભીડ રહે છે. દર્શનાર્થે આવતા આ ભાવિકો મંદિરમાં ઠેર ઠેર રાખેલી દાનપેટીમાં દાન સ્વરૂપે મોટી માત્રામાં રોકડ રકમ અને ચલણી સિકકા પધરાવે છે. મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટ દ્વારા અઠવાડીયામાં બે વખત આ દાનપેટીમાં આવલે દાનને કાઢીને ગણતરી કરવામાં આવે છે. જેમાં દર અઠવાડીયે અંદાજે 14 લાખ રૂા.ની કિંમતના ચલણી સિકકાઓ દાનમાં આવે છે. આ સિકકાઓ મોટી સંખ્યામાં આવતા હોય તેનો સ્વીકારવાની બેંકો પણ ના પાડે છે. જેના કારણે ટ્રસ્ટને ભારે મુશ્કેલી પડી રહી છે.

આ અંગે શીરડી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના સીઈઓ દીપક મુગલીકરે જણાવ્યું હતુ કે ટ્રસ્ટ દ્વારા દાનપેટીમાં આવેલી દાનની રકમની અઠવાડીયામાં બે વખત ગણતરી કરવામાં આવે છે. તેમાં દર વખતે અંદાજે સાત લાખ રૂા. જેટલી રકમના સિકકા આવે છે. જેની અઠવાડીયામાં 14 લાખ રૂા.ના સીકકા આવે છે. આ સિકકા ટ્રસ્ટના આઠ બેંકોમાં આવેલા ખાતામાં જમા કરવા જાય છે ત્યારે બેંકો પાસે આ સિકકાને રાખવાની જગ્યાના અભાવે આ સિકકાને સ્વીકારવાનો ઈન્કાર કરવામા આવે છે. ટ્રસ્ટ પણ બેંકોની આ સમસ્યાથી અવગત હોય આ સિકકાને સાચવવા માટે બેંકોને જગ્યા આપવાની તૈયારી દર્શાવી છે. પરંતુ બેંકોને તેના નાણાંની સુરક્ષાનો પ્રશ્ર્ન નડી રહ્યો છે. જેના કારણે બેંકો ટ્રસ્ટના સિકકા લેવાનો ઈન્કાર કરી રહ્યા છે તેમ જણાવીને મુગવીકરે ઉમેર્યું હતુ કે આ સમસ્યાના નિરાકરણ માટે અમે રીઝર્વ બેંકને અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.