શીરાજ ને પારખવામાં “વિરાટ ભૂલ!!!
શીરાઝે બે ઓવર મેડન નાખી કલકત્તાની બે વિકેટ લીધી; કોલકતા ૨૦ ઓવરમાં ૮ રન જ કરી શક્યું…
આઇપીએલ જેમ જેમ પ્લેઑફ તરફ વધી રહ્યું છે તેમ તેમ રમતનો રોમાંચ પણ વધી રહ્યો છે. આઇપીએલની ૧૩મી સીઝનમાં બેંગ્લોર શરૂઆતથીજ અગ્રેસર રહ્યું છે. ટીમ વિરાટ આ શીઝનમાં દેખાવ સારો કરી રહ્યું છે. ત્યારે વિરાટ તેમની કોલકાતા સેમેની મેચમાં બોલર મોહમદ સીરાઝને ઉતાર્યો હતો. વિરાટનો આ બદલાવ કોલકાતાને ભારે પડ્યો હતો. સીરાજે સિઝનમાં પહેલી વખત શરૂઆતની બોલિંગ આપવામાં આવી હતી. અને સીરાજે બે મેડન વિકેટ લીધી હતી. જેનાથી સીરાજની ઓસ્ટ્રેલિયા ટુર પાકી થઈ હોવાના એંધાણ જોવા મળ્યા હતા.
આઇપીએલની ૩૯મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કોલકાતા નાઈટ રાઈડર્સને અબુ ધાબી ખાતે ૮ વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતા ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાન સાથે ફક્ત ૮૪ રન જ બનાવી શક્યું હતું. જેના જવાબમાં બેંગલોરે ૧૩.૩ ઓવરમાં ટાર્ગેટ પીરો કર્યો હતો. બેંગ્લોરના ગુરકિરત સિંહ માન ૨૧ રને અને વિરાટ કોહલી ૧૮ રને અણનમ રહ્યા હતા. આ જીત સાથે બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે.બજ્યારે કોલકાતા ચોથા સ્થાને યથાવત રહ્યું. આરોન ફિન્ચે ૨૧ બોલમાં ૨ ફોરની મદદથી ૧૬ રન કર્યા હતા. તે પછી દેવદત્ત પડિક્કલ ૨૫ રને પેટ કમિન્સ દ્વારા રનઆઉટ થયો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે ૪૬ રનની ભાગીદારી કરી હતી.
આઇપીએલની ૩૯મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે અબુ ધાબી ખાતે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૮૪ રન કર્યા છે. જે બેંગલોરને ચાલુ સીઝનનો સૌથી નાનો ટાર્ગેટ આપ્યો છે. મોહમ્મદ સિરાજે ૩ વિકેટ ઝડપી કોલકાતાની બેટિંગ લાઈનઅપની કમર તોડી હતી. તેમજ તે લીગના ઇતિહાસમાં એક જ મેચમાં ૨ મેડન ઓવર નાખનાર પ્રથમ બોલર બન્યો છે.
કોલકાતાની ૧૪ રનમાં ૪ વિકેટ પડી હતી. સિરાજે ૩ વિકેટ ઝડપી કોલકાતાની શરૂઆત અત્યંત નબળી રહી હતી. તેમણે ૩ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. રાહુલ ત્રિપાઠી ૧ રને મોહમ્મદ સિરાજની બોલિંગમાં આઉટ થયો હતો. તે પછીના બોલે નીતીશ રાણા શૂન્ય રને બોલ્ડ થયો હતો. જ્યારે શુભમન ગિલ ૧ રને સૈનીની બોલિંગમાં આઉટ થયો હતો. ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલો ટોમ બેન્ટન પણ વધુ સમય ક્રિઝ પર ઉભો રહી શક્યો નહોતો. તે સિરાજની બોલિંગમાં કીપર ડિવિલિયર્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૮ બોલમાં ૧ ફોર અને ૧ સિક્સની મદદથી ૧૦ રન કર્યા હતા.દિનેશ કાર્તિક યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં આઉટ થયો હતો. કાર્તિકે ૧૪ બોલમાં ૪ રન કર્યા હતા. તે પછી પેટ કમિન્સ ૪ રને ચહલની બોલિંગમાં આઉટ થયો હતો. ઓઇન મોર્ગન ૩૦ રને સુંદરની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર ગુરકિરતના હાથે કેચ આઉટ થયો હતો.
આઇપીએલની ૧૩મી સીઝનમાં કોલકાતા પોઇન્ટ ટેબલ પર ૬ નંબર પર હતું જે એમજ રહ્યું હતું. ૧૩મી સીઝનમાં સૌથી ઓછો ટાર્ગેટ આપનાર કોલકાતા રહ્યું છે. ત્યારે બેંગ્લોરના બોલર સીરાજે ૨ મેડન વિકેટ લીધી હતી.
ટી-૨૦માં બે મેડન વિકેટ લેનાર સીરાજ પ્રથમ બોલર
આઇપીએલની ૨૩મી સીઝનમાં બેંગ્લોરના બોલર સેરાજ દ્વારા એક નવો રેકોર્ડ બનવવામાં આવ્યો છે. બોલર સીરાજ આઇપીએલ માં ૨ મેડન વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. બેંગ્લોર તરફતથી બીજી અને ત્રીજી ઓવર નાખવા માટે સીરાજ આવ્યા હતો. જે બંને ઓવર મેડન નાખી હતી. મેડન ઓવર દરમિયાન કોલકાતાની બે વિકેટ પણ લીધી હતી. સીરાજ દ્વારા મેડન ઓવરમાં બે વિકેટ લીધા બાદ કપ્તાન વિરાટ કોહલીએ પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે આટલી મેચોમા સીરાઝને શરૂઆતી બોલિંગન આપી એ મારી ભૂલ હતી. સીરાજના ટેલેન્ટને યોગ્ય ન્યાયન મળવાનો મને ખેદ છે. સીરાજ દ્વારા અદભુત બોલિંગ કરી બે મેડન ઓવર દરમિયાન બે વિકેટ લેતા આવતા મહિને ભરતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સ્થાન બન્યું હોવાનું તજજ્ઞોનું માનવુ છે.