કાતર, પ્લકરના નામે બાળકોના સ્પિનર, લેડીઝ અન્ડરગામેન્ટની ગેર નોંધી દ્વારા હેરાફેરી
મુંદ્રા પોર્ટ પરથી ડી.આર.આઇ. દ્વારા કરોડોનું સ્મગલિંગ રેકેટ ચલાવતા ઉઘોગને ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં ચીપટી, કાતર અને પ્લકરના નામે મોટી સંખ્યામાં બાળકોના સ્પિનર, લેડીઝ અન્ડર ગાર્મેન્ટસ ગેર નોંધણી કરાવી લઇ જવાતા હતા. અમદાવાદ ઝોનલ યુનિટના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મુંબઇના ઉઘોગકારો છે પી.એસ. એન્ટરપ્રાઇઝ નામના ઉઘોગમાં સ્પીનર, લેડીઝ અંડર ગાર્મેન્ટ સહીત અન્ય વસ્તુઓની કાતર, ચીપટી અને ફુટ કટર તરીકે નોંધણી કરાવીને દાળચોરી કરતા પકડી પાડવામાં આવ્યા હતા. આ પેઢી પોર્ટ પર કુલ ૧૩૨૫ બોકસ ધરાવતી હતી જેમાં ૮૦૦ બોકસની ગેરનોંધણી ખોટી માહીતી દર્શાવીને કરવામાં આવી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ બોકસમાં કરોડોની દાણચોરી થઇ રહી હતી જેને અટકાવી દેવામાં આવી છે.