ગીર સોમનાથ જીલ્લા ના તમામ માછીમારો એ એકઠા થઇ આપ્યુ આવેદનપત્ર….
સરકાર ના શીપીંગ કોરીડોર ને અટકાવવા માછીમારો ની ઉગ્ર માંગ…
સરકાર ધ્યાન કેન્દ્રિત કરે અથવા ઉગ્ર આંદોલન અને ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ભીતી …..
ગીર સોમનાથનાં માછીમારોએ રોષ પૂર્ણ રીતે કલેકટરને આપ્યું આવેદન. શિપિંગ કોરિડોર પ્રોજેકટને અટકાવવા કરી માછીમારોએ બુલંદ માંગ.આ પ્રોજેકટ કચ્છથી લઈને કન્યા કુમારી સુધી આ પ્રોજેકટ ની અમલવારી થવાની છે. જેથી માછીમારોને મોટું નુકસાન જવાની સંભાવના છે.
આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ થી લઇ કન્યા કુમારી સુધી શિપિંગ કોરિડોર નામનો પ્રોજેકટ શરૂ થવા જઇ રહ્યો છે. આ પ્રોજેકટને લઇ ભારત ભરનાં માછીમારો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાનાં માછીમારો એ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ રહી ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર કચેરી એ આવેદન પાઠવી શિપિંગ કોરિડોર સામે વિરોધ નોધાવ્યો છે. માછીમાર અગ્રણીઓનું કહેવું છે કે કચ્છ થી કન્યા કુમારી સુધી એટલે કે 2300 કિલોમીટર લાંબા દરિયામાં આ પ્રોજેકટ બનશે.તેમજ 15 થી 20 નોટિકલ માઈલ તેની પહોળાઈ હશે. જેના કારણે દરિયામાં 35 કિલોમીટર સુધી માછીમારી કરવી અશક્ય બની જશે અને 4 કરોડ માછીમારો બેકાર બની જશે.
સમુદ્ર ખેડવો એ જમીન ખેડવા કરતા વધુ અઘરું છે. માછીમારો મોતને બાથ ભીડી કાળી મજૂરી કરી પોતાની વ્યવસાય કરે છે. માછીમારીના વ્યવસાયમાં પણ આકાશી રોજી રહેલી છે.કુદરત આપે તો છપ્પર ફાડીને આપે ને લઈ જાય તો જીવ પણ જાય.અરબ સાગરમાં શિપિંગ કોરિડોર બનવાને કારણે માછીમારોને પોતાનો રોજગાર છીનવાઈ જવાનો ભય રહેલો છે. ખેતીમાં જો પાક નિષ્ફળ જાય અને ખેડૂત આત્મહત્યા કરવા મજબુર થાય છે તેમ આ પ્રોજેકટ ને કારણે માછીમારો પણ આત્મહત્યા કરવા મજબુર બનશે. તેવી ભીતિ માછીમારો સેવી રહ્યા છે.જેથી આ પ્રોજેકટ શરૂ ન કરવા માછીમારોએ માંગ કરી છે.જો કે માછીમારોની માંગ નહિ સંતોષાય તો ઉગ્ર વિરોધ ની ચીમકી ઉચ્ચારી છે.
સાગર માલા (શિપિંગ કોરિડોર) નો માછીમારોએ વિરોધ કર્યો છે.આ પ્રોજેકટથી માછીમારી ઠપ થઈ જવાનો ભય માછીમારોને સતાવી રહ્યો છે.આથી વેરાવળ બંદરના માછીમારો એ વિરોધ સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે.તો સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે, ‘પ્રોજેકટ નહિ રોકાય તો ઉગ્ર આંદોલન કરીશું.
ગુજરાત ના 1600 કિમી ના દરીયા કિનારે માછીમારીનો વ્યવસાય કરતા માછીમારો ને અનેક સમસ્યાઓ ના કારણે હાલાકી ભોગવવાનો વારો આવે છે. જેમા માછલીનો ઓછો ભાવ , ડીઝલની સબસીડી સમયસર ના મળવી , બંદરો પર વિકાસનો અભાવ , કુદરતી આફતો નો માર આ સહીતની અનેક સમસ્યાઓ સતાવી રહી છે ત્યારે વધુ એક સમસ્યા માછીમારો ને આવી પડતા માછીમારો મા ઉગ્ર રોષ જોવા મળ્યો છે જેનાથી આવનારા દિવસોમાં નવાજૂની થવાના સંકેતો જણાઇ રહ્યા છે.