જળવાયુ શુઘ્ધીકરણ ક્ષેત્રે નવો અધ્યાય સંરક્ષણ અને પરિવહન સહિત અનેક ક્ષેત્રે કરાર
મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું સપનું જોયું હતું. આજે વડાપ્રધાન તરીકે જાપાનના સહકારથી આ સપનું સાકાર કરવાની શ‚આત કરી છે. મોદી અને અબે દ્વારા સાબરમતી રેલવે સ્ટેશન પાસે એથલેટીકસ ગ્રાઉન્ડ ખાતે બુલેટ ટ્રેન એટલે કે હાઈસ્પીડ ટ્રેનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેની સાથે ભારતીય રેલવેના ઈતિહાસમાં નવા યુગનો પ્રારંભ થયો છે. જાપાની વડાપ્રધાન શીન્જો અબે ભારતની મુલાકાતમાં અનેક યાદો અને વિકાસના અવસરો આપી છે.ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ, પરીવહન અને ઈન્ફ્રાસ્ટ્રકચર મુદ્દે અનેક મહત્વના કરારો થયા છે. જાપાને બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે લોન માત્ર ૦.૧ ટકા વ્યાજે આપવાનું નકકી કર્યું છે. આ લોન ૧૫ વર્ષ સુધી કોઈ હપ્તો ચુકવવા પાત્ર નથી. ત્યારબાદ ૫૦ વર્ષે લોન પુરી કરવાની રહેશે.મોદીએ અબેને સાચા મિત્ર ગણાવ્યા છે. તેમણે બુલેટ ટ્રેન જાપાન તરફથી ભારતને સૌથી મોટી ભેટ હોવાનું કહ્યું છે. વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, મુંબઈ-અમદાવાદ વચ્ચે હવાઈ યાત્રામાં જેટલો સમય લાગે છે તેના કરતા પણ ઓછા સમયમાં મુસાફરી થઈ શકશે. અમારું સપનું છે કે ૨૦૨૨-૨૩ સુધીમાં શીન્જો સાથે બેસીને અમે ઉદઘાટન કરીએ.આ તકે જાપાની વડાપ્રધાન અબેએ કહ્યું હતું કે ભારત સાથેના સંબંધની નવી શ‚આત થઈ છે. બે વર્ષ પહેલા બુલેટ ટ્રેનનો નિર્ણય લેવાયો હતો તે હવે સાકાર થઈ રહ્યો છે. ૧૦ વર્ષ પહેલા ભારતની સંસદમાં મને સંબોધન કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. ભારત અને જાપાનની દોસ્તી હિંદ-પેસેફિક મહાસાગરના સંબંધનો સંગમ છે. જાપાનના સૌથી વધુ એન્જીનીયરો ભારત આવી ચુકયા છે. તેઓ ભારતમાં એન્જીનીયરો સાથે મળી કામ કરશે. આજે ભારત અને જાપાન વચ્ચે જળ વાયુ શુદ્ધિકરણ ક્ષેત્રે પણ નવો અધ્યાય રચાયો છે. આ ઉપરાંત સંરક્ષણ અને પરિવહન ક્ષેત્રમાં પણ જાપાની કંપનીઓ મુડીરોકાણ કરવા આતુર છે. જાપાનની ૧૫થી વધુ કંપનીઓએ આજે વિવિધ ક્ષેત્રે એમઓયુ કર્યા છે. વડાપ્રધાન મોદીએ ભારતમાં વસતા જાપાની નાગરીકો જાપાની વાનગીની રેસ્ટોરેન્ટ શ‚ કરે તેવી ઈચ્છા વ્યકત કરી છે.