૯૮ થી વધુ પી.આર. મેળવતા ૧૩ વિદ્યાર્થીઓ
શહેરની જાણીતી પંચશીલ સ્કુલનું ધોરણ ૧૦નું સતત નવમાં વર્ષે ઝળહળતું પરિણામ આવ્યું છે. શાળાના ૧૩ વિદ્યાર્થીઓએ ૯૮ થી વધુ પી.આર. મેળવ્યા છે. સમગ્ર શિક્ષણ જગતમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી પંચશીલ શાળાએ સાબિત કર્યુ છે કે શાળામાઁ રમતાં રમતા પણ વિઘાર્થીઓ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી શકે છે.
આમરણીયા ઉમંગ ૯૯.૧૬ પીઆર મેળવી પ્રથમ નંબર, ગૌસ્વામી ખુશી ૯૯.૦૭ પી.આર. મેળવી બીજા નંબરે, ઓગણજા બ્રેવા તથા ગજજર જેન્સી ૯૮.૬૪ પીઆર મેળવી ત્રીજો નંબરે આવેલ છે. તેમજ શાળામાં ૨૩ વિઘાર્થીઓએ ૯૫.૦૦ પીઆર થી વધુ મેળવ્યા છે. ૪૫ વિઘાર્થીઓઓને ૯૦.૦૦ પીઆરથી વધુ મેળવ્યા છે. સમગ્ર શાળાનું પરિણામ ૯૪.૧૪ ટકા રહ્યું છે. અત્રેએ ઉલ્લેખનીય છે કે પંચશીલ સ્કુલમાં વિઘાર્થીઓને અભ્યાસની સાથે કેરીયર એજયુકેશન પ્રોગ્રામ દ્વારા કારકીર્દી ઘડતર માટેના માર્ગદર્શનના વર્ગો પણ ચલાવવામાં આવે છે. તેમજ કોમ્પીટીટીવ એકઝામની તૈયારી માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત કોમર્સ વિભાગમાં સી.એ. જેવા પ્રોફેસરલ કોર્ષનું પણ માર્ગદર્શન કોર્ષનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯-૨૦ ની સી.એ. એફ.સી. ની પરીક્ષાના પરિણામમાં પણ શાળાના ત્રણ વિઘાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેંક મેળવેલ છે. આ ઉપરાંત શાળાને વિઘાર્થીના માનસપટ પર ગાંધી વિચારો અને સ્વામી વિવેકાનંદના વિચારોના વાવેતર બદલ શાળાને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહીત ૪૪ વર્લ્ડ રેકોર્ડ મેળવેલ છે. શાળાના પરિણામ બદલ મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયા એ સમગ્ર શાળા પરિવાર અને સર્વે વિઘાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે