બૃહદ ગુજરાત સમિતિ દ્વારા તાજેતરમાં જાહેર થયું હતું રીઝલ્ટ
બ્રહદ ગુજરાત સંગીત સમિતિ દ્વારા ડિસેમ્બર-૨૦૧૯ માટે ગાયન, ઓર્ગન, કથ્થકની, તબલા, લેવાયેલી પરીક્ષાઓમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના સપ્તસુરસંગીત વિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં તાજેતરમાં જાહેર થયેલ પરિણામમાં ગાયન-પ્રારંભિક તથા ઓર્ગન પ્રારંભિકમાં વાકાણી મહેક, ડાભી રાજ, રાજાણી વૃતિકા, રામોલિયા પન્ના, રામોલિયા હિરવ, કારાવાડીયા રૂદ્ર, ઓર્ગન-પ્રવેશિકા પૂર્ણમાં રાઠોડ યુગ, કથ્થક-પ્રવેશિકા પ્રથમમા: શાહ વ્યોમા તથા પંડિયા ધ્રમી વિશેષ યોગ્યતા સાથે તબલા પ્રવેશિકા પ્રથમમાં ઘોડાસરા સિયાંશ પ્રથમમાં ઉતિર્ણ થયેલ છે. જે માટે ટ્રસ્ટ હર્ષની લાગણી અનુભવે છે.
સપ્તસુર સંગીત વિદ્યાલયમાં દરરોજ બપોરે ૪.૪૫થી સાંજે ૭.૪૫ દરમિયાન વિવિધ વાદ્યો જેવા કે તબલા, હાર્મોનિયમ, ઓર્ગન ઉપરાંત કથ્થક, નૃત્ય, ગાયન, સહિતની તાલીમ મામૂલી દરે આપવામાં આવે છે. જેનું સંચાલન ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી તથા અમિનેષભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સરોજબેન આચાર્ય તથા શિતલબેન સુરાણી દ્વારા થાય છે. જેમાં હાર્મોનિયમ અને ગાયન વિભાગમાં ડોલરભાઇ ઉપાધ્યાય, તબલા વિભાગમાં રોહનભાઇ દવે, ઓર્ગન અને ગાયન વિભાગમાં જનકભાઇ વડેરા તથા કથ્થક વિભાગમાં નીતાબેન મેર સહિતના સંગીત શિક્ષકો દ્વારા પાયાથી લઇને વિશારદ સુધીનાં વર્ગોની વિધિવત તાલીમ આપવામાં આવે છે.
શહેર છેવાડાના તથા પછાત વિસ્તારોમાં વસતા પરિવારોના કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવતી સંસ્થા પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટસંચાલિત “સપ્તસૂર સંગીત વિદ્યાલય, ૪-આફ્રિકા કોલોની, અમૃત સોસાયટી મેઇન પાણીનાં ટાંકા પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પાસે, રાજકોટ (ફોન નં. ૨૫૭૬૬૯૪)ખાતે આવેલ છે. જેમાં શહેરના તમામ વર્ગોના તમામ પરિવારોને અપાતી સંગીતની તાલીમનો લાભ લેવા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે.