શરદ એમ.રાવલ, હડિયાણા:
તાજેતરમાં પાડોશી દેશ નેપાળમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ખેલકુદ રમતગમત વિભાગમાં લાંબી કૂદમાં ગુજરાતમાંથી ભાગ લીધેલ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુનડ ગામની દીકરી હેમાલિએ ગોલ્ડ મેડલ મેળવી માત્ર જામનગર કે સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે.
ત્યારે આજરોજ કુનડ ગામના સતવારા સમાજના સ્વ.રામજીભાઈ નકુમની દીકરી હેમાલિ નેપાળમાં ગોલ્ડ મેડલ જીતી પરત ફરી છે. જ્યાં ગોલ્ડ મેડાલિસ્ટ હેમાલિનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે.
કુનડ ગામમાં સ્થિત સુપ્રસિદ્ધ શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર અને શ્રી રામજી મંદિરે ખાતે પહોંચી હેમાલિએ દર્શન કર્યા હતા. ત્યારબાદ મંદિરના મહંત 108 શ્રી અવધેસદાસજી મહારાજ અને સાધુ સંતોના પણ આશિર્વાદ લીધા હતા 108 શ્રી અવધેસદાસજી મહારાજ દ્વારા હેમાલીએ ફૂલહાર અને સાલ ઓઢાળીને સન્માન કર્યું હતું.