સાઉથની ફેમસ એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના આ દિવસોમાં પોતાની સુંદરતાથી બધાનું દિલ જીતી રહી છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ગ્રીન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકોને રશ્મિકાના આ લુકને ખૂબ પસંદ આવી રહ્યા છે. અભિનેત્રીએ આ લુક સાથે લાઇટ મેક-અપ, બાંધેલા વાળ અને કાનમાં બુટ્ટી પહેરી છે. તેના વાળમાં રહેલું ગુલાબ તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે. રશ્મિકાના આ લુકને જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. ચાહકો સતત તેની પ્રશંસા કરી રહ્યા છે અને તેની તસવીરોને લાઈક અને શેર કરી રહ્યા છે. રશ્મિકા ટૂંક સમયમાં અલ્લુ અર્જુન સાથે ફિલ્મ પુષ્પા 2માં જોવા મળશે.